BANASKANTHATHARAD
આસોદર થી ખેંગારપુરા સુધીના 6.7 કિમી રોડનું વિધાનસભા અધ્યક્ષના હસ્તે ખાતમુહૂર્ત

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા એક મહત્વપૂર્ણ રોડ પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે. આસોદરથી ખેંગારપુરા સુધીના 6.7 કિલોમીટર લાંબા રસ્તાના નિર્માણ માટે રૂપિયા 438.61 લાખનો ખર્ચ કરવામાં આવશે.ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે આ રોડ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કાર્યક્રમ વિક્રમ સંવત 2081ના ભાદરવા સુદ બારસ, તારીખ 4 સપ્ટેમ્બર 2025ના ગુરુવારના દિવસે યોજાયો.આ રોડ પ્રોજેક્ટ પૂર્ણ થતાં વિસ્તારના રહેવાસીઓને વાહનવ્યવહારમાં સરળતા રહેશે. સાથે સાથે આસપાસના ગામોના લોકોને પણ આવન-જાવનમાં સુવિધા મળશે. આ પ્રોજેક્ટ ગુજરાત સરકારની માર્ગ અને મકાન વિભાગની યોજના અંતર્ગત હાથ ધરવામાં આવ્યો છે.



