
તા.૩૦.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ

લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી દ્વારા અંતરિયાળ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાના બાળકોને ઠંડીથી રક્ષણ મેળવવા માટે સ્વેટર વિતરણનો પરમેનેન્ટ પ્રોજેક્ટ છે આ પ્રોગ્રામ ના પ્રોજેક્ટ કોર્ડીનેટર કમલેશ લીમ્બાચીયા દ્વારા દાતાઓની મદદથી નાના ભૂલકાઓને સ્વેટર વિતરણ કરવામાં આવે છે આ ઉમદા બાળકો ઉપયોગી પ્રવૃત્તિ થી પ્રેરિત થઈ રાજકુમાર સહેતાઈ સંચાલિત કલેપિંગ યોગ ક્લાસ ગ્રુપ છાપ તળાવ દ્વારા ખજુરી પ્રાથમિક શાળાના બાલવાડી, ધોરણ એક ,ધોરણ બે ના ૭૫ થી વધુ બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ક્લેપીંગ ગ્રુપ ના રાજકુમાર સહેતાઈ, લાયન્સ ક્લબના કેબિનેટ સેક્રેટરી યુસુફી કાપડિયા, લાયન અનિલ અગ્રવાલ, એબિલિટીના પ્રમુખ લા સુરેશભાઈ ભૂરા ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય અંજનાબેન દલાલે આ ઉમદા પ્રવૃત્તિ ની પ્રશંસા કરતા સાથે સાથે આભાર વ્યક્ત કર્યો હતો



