દિયોદરના ધનકવાડા ગામે થી 16 વર્ષ ની સગીરાનું અપહરણ કરાયું

દિયોદરના ધનકવાડા ગામે થી 16 વર્ષ ની સગીરાનું અપહરણ કરાયું
પ્રતિનિધિ દિયોદર:- કલ્પેશ બારોટ
આરોપી લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી ભગાડી ગયો એક ઇસમ વિરુદ્ધ ગુન્હો નોંધાયો
દિયોદર તાલુકાના ધનકવાડા ગામે એક 16 વર્ષ ની સગીરાનું લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ઓગડ તાલુકાના જામપુર ગામનો ઇસમ ભગાડી જતા દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે જે અંગે પોલીસે અપહરણ નો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના ધનકવાડા ગામે રહેતી એક 16 વર્ષ ની સગીરા તારીખ 9/12/2025 ના રોજ સગીરા સોસક્રિયા કરી ને પરત ઘરે ના આવતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા જેમાં પરિવારજનોએ તપાસ કરતા ઓગડ તાલુકાના જામપુર ગામે રહેતો પિન્ટુભાઈ રમેશભાઈ ઠાકોર રીક્ષા લઈ આવી સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી ગયો હોવાનું જાણવા મળતા પરિવારજનોએ દિયોદર પોલીસ મથકે લેખિત ફરિયાદ આપતા પોલીસે સગીરાની માતાની ફરિયાદ લઈ આરોપી પિન્ટુભાઈ રમેશભાઈ ઠાકોર સામે અપહરણ નો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે જે મામલે સગીરાના પરિવારજોએ જણાવેલ કે મારી દીકરીને પિન્ટુભાઈ ઠાકોર તેમના માણસોને લઈ આવી દીકરીને લગ્ન ની લાલચ આપી ભગાડી ને લઈ ગયેલ છે આજે સાત દિવસ જેટલો સમય વીતવા આવ્યો છતાં કોઈ ભાળ મળેલ નથી પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આરોપીને ઝડપી લઇ સગીરાને સુટકારો અપાવે તેવી અમારી માંગ છે




