જસરા ગામે આજ થી પાંચ દિવસીય અશ્વમેળો શરૂ

*જસરા ગામે આજ થી પાંચ દિવસીય અશ્વમેળો શરૂ*
વાવ થરાદ જિલ્લાના જસરા ગામે આજથી પાંચ દિવસીય ૧૫ મો અશ્વમેળો બુઢેશ્વર મહાદેવ મંદિરે ધ્વજારોહણ સાથે વિધિવત આરંભ કરવામાં આવ્યો છે જ્યારે મહાશિવરાત્રી ના પાવન પર્વ મહાઆરતી સાથે મેળાનું સમાપન થશે આ અશ્વમેળામાં ગુજરાત રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી અશ્વપેમીઓ પોતાના અશ્વો સાથે મોટી સંખ્યામાં હાજરી આપશે
વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે આજથી પાંચ દિવસીય ૧૫ મો અશ્વમેળો શરૂ થયો છે જસરા ગામે બિરાજમાન બુઢેશ્વર મહાદેવ મંદિરે ધ્વજારોહણ સાથે મેળાનો વિધિવત આરંભ કરાયો છે જ્યારે મહાશિવરાત્રી ના પાવન પર્વ મહાદેવ ની આરતી સાથે મેળાનું સમાપન કરવામાં આવશે લાખણી તાલુકાના જસરા ગામે બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા આયોજિત આ અશ્વમેળા માં ગુજરાત સરકારના પ્રવાસન તેમજ સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ ના સહયોગ થી યોજાઈ રહ્યો છે છેલ્લા ૧૪ વર્ષ થી સતત સફળતાપૂર્વક યોજાય છે જેમાં આ અશ્વમેળા હવે ૧૫ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે આ મેળામાં માત્ર અશ્વ પ્રદર્શન પૂરતો સીમિત નથી પરંતુ તેમાં ઘોડા વંશ સ્પર્ધાઓ, આનંદ મેળો ,તથા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભારતીય સંસ્કૃતિ નું જીવંત દર્શન કરાવવામાં આવે છે ..
ઉતર ગુજરાતમાં અશ્વોના સવધૅર્ન અને પશુપાલન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે જસરા અશ્વમેળો મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યો છે વિવિધ હરીફાઈમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે ગુજરાત ઉપરાંત રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી પણ અશ્વ પ્રેમીઓ અને અશ્વ માલીકો પોતાના કીમતી અશ્વ સાથે ભાગ લેવા ઉમટી પડે છે જસરા ખાતે યોજાતા આ પાંચ દિવસીય દરમિયાન પોલીસના અશ્વ દળોના પ્રદર્શન ,ડોગ શો, કેમલ શો,તેમજ ગૌ વંશ સ્પર્ધાઓ પણ યોજાય છે જે મેળાનું વિશેષ આકર્ષણ કેન્દ્ર બને છે …
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર





