દાંતા તાલુકાના માંકડી CHC (સામૂહિક આરોગ્ય કેન્દ્ર) પર નિઃશુલ્ક સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પ રાખવામાં આવ્યો
19 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરોý
દાંતા તાલુકાના માંકડી CHC (સામૂહિક આરોગ્ય કેન્દ્ર) પર નિઃશુલ્ક સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પ રાખવામાં આવ્યો ,જેમા અતિથિ મહેમાન તરીકે CDPO જાગૃતિબેન મહેતા આજુબાજુના 10 ગામની આંગણવાડીમાં નોંધાયેલ (જેમને સારવારની જરૂર જણાઈ તેવી) સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને કિશોરીઓ સાથે લાવીને આરોગ્ય કેમ્પમાં સારવાર કરાવી.જનપથ સંસ્થાના મુખ્ય હરિનેશભાઈ પંડ્યા,તેમજ સાધનાબેન પંડ્યા , નૂતન જનરલ હોસ્પિટલ ના ટ્રસ્ટી અમરતભાઈ , પલીયડ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના ટ્રસ્ટી શંકરલાલ.એલ પટેલ હાજર રહ્યા હતા. આ નિઃશુલ્ક સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પમાં દાંતા તાલુકાના 88 ગામોના 851 દર્દીઓએ સારવાર લીધી હતી. આ સાથે 61 લોકોને આયુષ્યમાન કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા હતા. તથા આરોગ્ય કેમ્પ નો લાભ લેનાર તમામ દર્દીઓને 1 માસની દવા સાથે 2 સફરજન આપવામાં આવ્યા, આ સિવાય 221 દર્દીઓને આગળ વધુ સારવાર માટે 22 ઓકટોબર થી 26 ઓકટોબર સુધી આયોજન કરીને નૂતન જનરલ હોસ્પિટલ , વિસનગર માં વિના મુલ્યે સારવાર માટે લઇ જવાશે. આજના આરોગ્ય કેમ્પ ની ખુબજ સારી સફળતા બાદ આવતા મહીને આ પ્રકારે આરોગ્ય કેમ્પ પોશીના તાલુકામાં ફરી કરવાનું આયોજન કરવામાં આવ્યું .




