TANKARA:PM SHRI સજનપર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ની હર્ષોલ્લાસ ભરી ઉજવણી કરવામાં આવી

TANKARA:PM SHRI સજનપર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ની હર્ષોલ્લાસ ભરી ઉજવણી કરવામાં આવી
PM SHRI સજનપર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ની હર્ષોલ્લાસ ભરી ઉજવણી કરાઈ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર અને નાયબ નિયામકશ્રી અને ટેક્નિકલ શિક્ષણના કમિશ્નરશ્રી-ગાંધીનગર શ્રી એમ.જે.અધારા સાહેબની ઉપસ્થિતિ માં પ્રવેશોત્સવની ઉલ્લાસમય ઉજવણી કરવામાં આવી.
આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં બાલવાટીકા અને ધો.1 માં નવો પ્રવેશ મેળવનાર બાળકોનો શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો અને બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા. આ સાથે શાળાના ધો.3 થી 8 ના વાર્ષિક પરિક્ષામાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓ ને શિલ્ડ તેમજ જુદી જુદી પરીક્ષાઓ જેવી કે CET, જ્ઞાનસાધના, NMMS, DLSS અને સૌથી વધુ હાજરી ધરાવતા બાળકોને વિવિધ ઇનામો ને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા.
આ તકે શાળામાં અભ્યાસ વિવિધ ઇનામો અને તિથિ ભોજનના દાતાશ્રીઓ જેવાકે, મનસુખભાઇ કે. પરેચા(રાધે),પિયુષભાઇ બરાસરા, હસમુખભાઈ સિણોજીયા,મગનભાઈ જીવાણી અને સંજયભાઈ મસોત નું શાળા પરિવાર વતી સાલ અને સન્માનપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું.
તેમજ આ તકે શાળામાં સ્કૂલ ઓફ એક્ષલન્સ અંતર્ગત બાંધકામ થયેલ નવા રૂમનુ લોકર્પણ પણ કરવામાં આવ્યું અને સરકારશ્રી દ્વારા અપાયેલ નિપુણ ભારત અંતર્ગત વિવિધ સાહિત્યનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું.
સમગ્ર કાર્યક્રમના સફળ આયોજનમા શાળાના તમામ શિક્ષકોની અથાગ મહેનત બદલ આચાર્યશ્રી અલ્પેશભાઈ પુજારાએ તમામ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.












