LUNAWADAMAHISAGAR

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના થકી ગુજરાતના ગરીબોને મળી અન્ય ઉપરની નિર્ભરતામાંથી મુકિત

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના થકી ગુજરાતના ગરીબોને મળી અન્ય ઉપરની નિર્ભરતામાંથી મુકિત

બાબુભાઈ અને સતિષભાઈ જેવા લાખો લોકોના રોજીંદા પોષણની ચિંતા કરતી ભુપેન્દ્રભાઈ પટેલની ભવિષ્ય દ્રષ્ટા સરકાર

સંવેદનશીલ સરકારની શ્રેષ્ઠ કામગીરી, નાગરીકોને ભરણપોષણની ચિંતામાંથી મુક્તિ

પેટનો ખાડો પુરનાર આ સરકારને છે તમામ ગુજરાતીઓની દરકાર

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમ-જીકેએવાય)આત્મનિર્ભર ભારતના ભાગ રૂપે સ્થળાંતર કરનારા અને ગરીબ લોકોને મફત અનાજ પૂરું પાડવાની યોજના છે.આ યોજના અંતર્ગત મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે રહેતા બી પી એલ કાર્ડ ધારક લાભાર્થી બાબુભાઈ મણીલાલ ભાટિયા જણાવે છે કે, તેઓ હેર કટિંગની દુકાનમાં છુટક મજુરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના કામમાં આર્થિક અનિશ્ચિતતા રહેલી છે, રોજનું કમાય રોજનું પેટ ભરવા જેવી સ્થિતી છે, એમાંય જો કોઈ દિવસ કામ પર જઈ ન શકાય કે બિમાર પડી જવાય તો એનો વધારાનો ખર્ચ તો ખરો જ પણ રોજીંદા પેટ ભરવાના ખર્ચને પહોંચી વળવા પણ કોઈ બીજા પાસેથી ઉછીના પૈસા લેવાનો વારો આવે, આમ ક્યારેક તો વ્યાજચક્રમાં ફસાઈ જવાનો ડર પણ લાગે. પરંતુ આજે સરકાર દ્રારા સસ્તા અનાજની દુકાન મારફત સતત અને ગુણવત્તાયુક્ત અનાજ જે રીતે પુરુ પાડવામાં આવે છે તેના થકી પોતાના અને કુટુંબના ભરણ પોષણની ચિંતામાંથી મુક્ત થયા છીએ. પરિસ્થિતી સાથ આપે કે ન આપે પરંતુ સરકારની આ યોજના બે ટંકનું ભોજન તો જરુર આપશે. આ યોજના અંતર્ગત સરકાર દ્વારા મને હાલના ધોરણે દર મહિને વિનામૂલ્યે ઘઉં ૬ કિલો , ચોખા ૯ કિલો , દાળ ૧ કિલો , ચણા ૧ કિલોઅને મોરસ ૧ કિલો મળે છે .

સરકારની આ યોજના ખૂબ સારી છે. કોરોના જેવા કપરા સમયે કોણ વાળ કપાવવા આવે ? અને લોકડાઉનના કારણે બહાર નીકળી શકાય તેમ પણ ન હતું, આવી વિશ્વવ તારાજીના સમયે પણ આ યોજનાના કારણે પોતાના અને પોતાના કુટુંબના ભરણપોષણની ચિંતામાંથી મુક્ત રહ્યા છીએતો તેનું કારણ સરકારની આ યોજના થકી આપવામાં આવતી સહાય જ છે. અમે સરકારશ્રીના હંમેશા આભારી રહીશું .

મહીસાગરનાં લુણાવાડા ખાતે રહેતા અન્ય એક લાભાર્થી સતીષભાઈ ભટ જણાવે છે કે તેઓ એ પી એલ કાર્ડ ધારક છે. તેઓલગ્ન પ્રસંગમાં રસોઈ કામના કાર્યમાં છુટક મજુરી કરી પોતાનું અને પરીવારનું ગુજરાન ચલાવે છે ત્યારે એમની આવક એટલી ઓછી અને અનિચ્ચિતતા ભરી છે કે એટલા પૈસામાં પરિવારનું ભરણપોષણ કરું તો અન્ય ખર્ચ ન કરી શકાય અને અન્ય ઘર ખર્ચ કરતું ભરણપોષણમાં પણ લાલા પડે.સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દર મહિને વિનામૂલ્યે અનાજ આપવામાં મને મળી રહ્યુ છે જેના કારણે મને કુંટુંબના ભરણપોષણની ચિંતામાંથી છુટકારો મળ્યો.

ભારત જેવા વિશાળ દેશમાં સરકાર અને પ્રજાના સહયોગથી આપણે આર્થિક ક્ષેત્રે સતત આગળ આવી રહ્યા છે, જીડીપીથી માંડી વ્યકિતગત આવકમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે, પરંતુ વિશાળ દેશમાં રાતો રાત કોઈ ચમત્કારથી તો બદવાલ નહીં આવે, સરકારના નાના પ્રયાસો અને પ્રજાને પોતીકા માની તેમની સતત ચિંતા કરવાની આ ટેવને કારણે જ આપણે આગળ આવી શકીશું અને ગુજરાતના શાંત અને દ્ધઢ નિશ્ચય ધરાવનાર મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારે આ દીશામાં ખુબ જ પ્રસંશનીય કામ કરી રહી છે. જે અંતર્ગત છેલ્લા બે વર્ષમાં એટલે કે જાન્યુઆરી ૨૦૨૧થી ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં મહીસાગર જિલ્લામાં કુલ ૧,૬૩,૬૨૦.૮૯ મેટ્રિક ટન અનાજના જથ્થાનું જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવ્યું છે, વધુમાં મહીસાગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં NFSA અને PMGKY અંતર્ગત કડાણા તાલુકામાં ૨૦,૯૧૫.૮૭૪ મેટ્રિક ટન, ખાનપુર તાલુકામાં ૧૮,૭૭૦.૦૬૯ મેટ્રિક ટન, બાલાસિનોરમાં ૨૫,૧૫૩.૧૩૫ મેટ્રિક ટન, લુણાવાડામાં ૪૦,૫૮૪.૭૫૭ મેટ્રિક ટન, વિરપુરમાં ૧૭,૨૮૬.૩૬૩, તેમજ સંતરામપુર તાલુકામાં ૪૦,૯૧૦.૬૯૨ મેટ્રિક ટન એમ કુલ ૧,૬૩,૬૨૦.૮૯ મેટ્રિક ટન અનાજના જથ્થાનું રાહત દરે-વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!