થરાદ ગાયત્રી વિધાલય દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

વાત્સલ્ય સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ થરાદ
થરાદ ખાતે આવેલી ગાયત્રી વિધાલય દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પૂર્વ સંસદ સભ્ય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, માર્કેટ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ ,થરાદ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન જીવરાજ કાકા, તથા થરાદ નગરના સૌ વડીલ નગર બંધુઓ હાજર રહ્યા. સમગ્ર કાર્યક્રમની અંદર ગાયત્રી વિદ્યાલય થરાદના 2000 વિદ્યાર્થી ભાઈઓ- બહેનો એન.સી.સી, એન .એસ.એસ અને સ્કાઉટ- ગાઈડના બાળકોએ આ તિરંગા યાત્રામાં ભાગ લીધો. આ તિરંગા યાત્રા ગાયત્રી વિદ્યાલય, થરાદ થી શરૂ કરી ચાર રસ્તા થઈ થરાદ બજારથી સમગ્ર થરાદ નગર ની અંદર ફરી અને કુલ પાંચ કિલોમીટરનો રૂટ હતો અને અંતે પરત ગાયત્રી વિદ્યાલય, થરાદ ખાતે આગમન થયું. સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન અને આયોજન ગાયત્રી વિદ્યાલય થરાદના આચાર્ય ડોક્ટર આર. વી. પટેલ સાહેબ અને વ્યાયામ શિક્ષક જગદીશભાઈ ચૌધરી તથા સમગ્ર સ્ટાફ મિત્રોએ ભેગા મળી અને સુચારું આયોજન કરેલ .




