પાલનપુર ખાતે કલેક્ટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યુનિટી માર્ચના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઈ

13 નવેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ અંતર્ગત બનાસકાંઠામાં યુનિટી માર્ચનું કરાશે આયોજન
પાલનપુર ખાતે કલેક્ટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યુનિટી માર્ચના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઈ.૧૬ નવેમ્બરના રોજ સરદાર ભવન થી લઈને જિલ્લા પંચાયત પાલનપુર સુધી જિલ્લા કક્ષાની પદયાત્રાનું કરાશે આયોજન.સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે તેમની અવિસ્મરણીય રાષ્ટ્રીય સેવાઓને સ્મરણ કરવા માટે બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા તમામ વિધાનસભા વિસ્તાર મુજબ યુનિટી માર્ચનું આયોજન કરાશે. યુનિટી માર્ચના સુચારુ આયોજનને લઈને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી પાલનપુર ખાતે સબંધિત અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી.
બનાસકાંઠામાં આગામી ૧૫ થી ૨૨ નવેમ્બર દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ જન્મશતાબ્દી યુનિટી માર્ચનું આયોજન કરાશે. આગામી ૧૬ નવેમ્બરના રોજ જિલ્લા કક્ષાની પદયાત્રા સરદાર ભવન થી લઈને જિલ્લા પંચાયત પાલનપુર સુધી યોજાશે. આ પદયાત્રામાં જિલ્લા તથા તાલુકા સ્તરના અધિકારીઓ, સરકારી કર્મચારીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ તથા સામાન્ય નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાશે. સરદાર પટેલના જીવનમૂલ્યો, રાષ્ટ્ર એકતા અને અખંડતાના સંદેશને જન જન સુધી પહોંચાડવા માટે આ પદયાત્રાનું આયોજન કરાશે. આ બેઠકમાં જિલ્લાના અધિકારીશ્રી/પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બોક્સ*વિધાનસભા વિસ્તાર મુજબ પદયાત્રા
૧૫ નવેમ્બર – ધાનેરા મામા બાબજી મંદિર થી વાલેર સુધી (ધાનેરા)
૧૬ નવેમ્બર – સરદાર ભવન, પાલનપુર થી જિલ્લા પંચાયત સુધી જિલ્લા કક્ષાની પદયાત્રા (પાલનપુર)
૧૬ નવેમ્બર – બગીચા સર્કલ, ડીસા થી રાણપુર આથમણા વાસ સુધી યુનિટી માર્ચ (ડીસા)
૧૮ નવેમ્બર – મગરવાડા થી નળાસર (વડગામ) ૧૮ નવેમ્બર – વાળીનાથ મંદિર, થરા થી ઓગડનાથ મંદિર દેવ દરબાર (કાંકરેજ)
૧૯ નવેમ્બર – રામપુરા (વડલા) અમીરગઢ થી વિરમપુર સુધી યુનિટી માર્ચ (દાંતા)









