BANASKANTHAPALANPUR

જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવેના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે ‘પોષણ સંગમ’ વર્કશોપ યોજાયો

21 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુર ખાતે ‘પોષણ સંગમ’ વર્કશોપ દ્વારા કુપોષણ મુક્ત બનાસકાંઠાના સંકલ્પને વેગ અપાયો
બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવેના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા પંચાયતની આઇ.સી.ડી.એસ. શાખા દ્વારા
દ્વારા આયોજિત આ વર્કશોપમાં વિવિધ વિષય પર માર્ગદર્શન અપાયું હતું.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અતિ ગંભીર કુપોષિત બાળકોના સમુદાય આધારિત વ્યવસ્થાપન દ્વારા તેઓને કુપોષણમુક્ત કરવાનો છે. રાજ્ય સરકાર દ્વારા અમલી આ ‘પોષણ સંગમ’ અભિયાન અંતર્ગતઆરોગ્ય.અનેઆઇ.સી.ડી.એસ. વિભાગના સંયુક્ત પ્રયાસો પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવેએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લો કુપોષણમાંથી સંપૂર્ણપણે બહાર આવે તે માટે બંને વિભાગોએ ટીમ વર્ક સાથે કામ કરવું અનિવાર્ય છે. તેમણે બાળકોને કુપોષણમુક્ત કરવાની વિવિધ પદ્ધતિઓ અને વ્યુહરચના અંગે પણ ઊંડાણપૂર્વક સમજૂતી આપી હતી.
નોંધનીય છે કે, ‘પોષણ સંગમ’ કાર્યક્રમના સઘન અમલીકરણને કારણે બનાસકાંઠા જિલ્લામાં હકારાત્મક પરિણામો જોવા મળ્યા છે. ફેબ્રુઆરી-૨૦૨૫માં જિલ્લામાં બાળકોમાં ‘વેસ્ટિંગ’નું પ્રમાણ જે ૬.૦૩% હતું, તે ઘટીને ૩.૦૯% થયું છે. તેવી જ રીતે, ‘અન્ડરવેઇટ’ (Underweight) બાળકોનું પ્રમાણ ૧૭.૯૩% થી ઘટીને ૯.૪૫% જેટલું નીચું આવ્યું છે.
આ સફળતા પાછળ જિલ્લાના તમામ આંગણવાડી કાર્યકર, તેડાગર, મુખ્ય સેવિકા, CDPO અને આઇ.સી.ડી.એસ. સ્ટાફની સખત મહેનત અને સમર્પણ રહેલું છે. આ વર્કશોપ દ્વારા ઉપસ્થિત ટીમને નવી ઉર્જા અને કાર્યશૈલી પ્રાપ્ત થઈ છે, જે આગામી સમયમાં જિલ્લાને કુપોષણ મુક્ત કરવા માટે પ્રેરક બનશે. આ પ્રસંગે વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!