BANASKANTHAPALANPUR

આદર્શ શૈક્ષણિક સંકુલને મા.શ્રી. મુળજીભાઈ એમ.ચૌધરી (બાલવા, હાલ USA) દ્વારા નવા વર્ષના શુંભારભે અમૂલ્ય ભેટ

1 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરની મા.શ્રી. મુળજીભાઈ મોતીભાઈ ચૌધરી (બાલવા, હાલ USA) એ નવીન વર્ષ-2025 માં શુભેચ્છા મુલાકાત લઈ નવીન ભવનના બાંધકામનું નિરીક્ષણ કર્યું હતું. તથા નવીન ભવનના બાંધકામથી અભિભૂત થઈ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળને નવીન ભવન માટે અગાઉ રૂપિયા 51,00000/- (અંકે રૂપિયા એકાવન લાખ પુરા) માતબર રકમનું દાન આપ્યું હતું. તેમાં નવીનદાન જાહેર કરી કુલ રૂપિયા 1,11,11,111 /(અંકે રૂપિયા એક કરોડ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર પુરા) માતબર રકમનું દાન જાહેર કરેલ છે. જેનો કેળવણી મંડળે હર્ષભેર સ્વીકાર કરી આભાર વ્યક્ત કર્ય આ પ્રસંગેમા.શ્રી.મૂળજીભાઈએમ.ચૌધરીની સાથે તેમના પરિવારના સ્નેહીજનો શ્રી રણછોડભાઈ એમ.ચૌધરી, શ્રી જયેશભાઈ એ.ચૌધરી, શ્રી મોહનભાઈ વી. ચૌધરી, શ્રી ચિરાગભાઈ એન.ચૌધરી, શ્રી હરેશભાઈ એલ.ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સર્વે શ્રેષ્ઠીશ્રીઓનું કેળવણી મંડળના પ્રમુખશ્રી, મંત્રીશ્રી તથા હોદ્દેદારશ્રીઓ દ્વારા મોમેન્ટો આપી સાલથી સન્માનિત કરી અભિવાદન કરવામાં આવ્યું હતું અને તેઓશ્રી જીવનમાં યશસ્વી રીતે પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે કેળવણી મંડળના હોદ્દેદારશ્રી કે.કે.ચૌધરી, વી.વી.ચૌધરી, જે.ડી.ચૌધરી, નટુભાઈ ચૌધરી, નાનજીભાઈ ચૌધરી, આઈ.બી. ચૌધરી, કે.ડી.ચૌધરી, ખુમજીભાઈ ચૌધરી, એન.ડી.ચૌધરી ભગુભાઈ ચૌધરી, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!