વાવ – થરાદ જિલ્લાના ખોરડા ખાતે વિદ્યાર્થીઓ માટે પરિસંવાદ યોજાયો

18 નવેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
વાવ – થરાદ જિલ્લાના ખોરડા ખાતે બનાસકાંઠા જિલ્લા રોજગાર કચેરી અને એ.પી. ત્રિવેદી શૈક્ષણિક સંકુલ ખોરડાના સંયુક્ત ઉપક્રમે વિધાર્થીઓ માટે પરિસંવાદનું આયોજન કરાયું હતું. આ પરિસંવાદમાં આગામી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ભવિષ્યમાં આવનારી ટેક્નોલોજી અને જોબ માર્કેટ તેમજ જુદા જુદા સ્કીલ બેઝ ઉદ્યમો વિષય પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું.
આ પરિસંવાદમાં કુલ ૫૯૦ જેટલા વિદ્યાર્થીઓએ તેમજ પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પરિસંવાદમાં મુખ્ય વક્તા જિલ્લા રોજગાર અધિકારીશ્રી મુકેશ પ્રજાપતિએ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી વિશે માર્ગદર્શન પૂરું પાડયું હતું.
આ પ્રસંગે રોજગાર અધિકારીશ્રીએ જણાવ્યું કે, છેલ્લા દસ વર્ષમાં પરીક્ષાનું માળખું બદલાયું હોવાથી ઉમેદવારોએ નિયમિત અભ્યાસ સાથે વિશેષ તૈયારી કરવી જરૂરી છે. ક્યાં પુસ્તકો વાંચવા, વર્તમાન પ્રવાહોની તૈયારી કેવી રીતે કરવી અને એનાલિટિકલ સ્કીલ વિકસાવવાની દિશામાં માર્ગદર્શન આપ્યું હતું. રાજ્ય સરકાર ઉપરાંત UPSC, SSC, NDA, ARMY, IBPS જેવી કેન્દ્ર સરકારની પરીક્ષાઓ માટે પણ તૈયારી કરવી જોઈએ તે બાબતે વિદ્યાથીઓને પ્રેરિત કર્યા હતા. તેમણે એ.આઈ.થી નોકરીઓમાં થનારા બદલાવ, નવી ટેક્નોલોજી, ડિજિટલ જ્ઞાન, આધારભૂત કમ્પ્યુટર કોર્સ અને AI ટૂલ્સ શીખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કારકિર્દી સંબંધિત કોઈપણ પ્રશ્ન માટે રોજગાર કચેરી હંમેશા ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વી.બી. પ્રજાપતિએ કર્યું હતું. અંતે આચાર્ય શ્રી બી.બી. સોઢા અને શ્રી એ. ટી. રાજપૂતે આભાર વિધિ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.








