શ્રી સંસ્કાર મંડળ ડીસા સંચાલિત ડીસા આદર્શ વિદ્યાલય ખાતે વિદ્યાર્થી – વાલી પરિસંવાદ યોજાયો
1 જુલાઈ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરોવિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન, શ્રી સંસ્કાર મંડળ, ડીસા સંચાલિત શ્રી આદર્શ વિદ્યાસંકુલ, ડીસામાં તા:-30 જૂન રવિવારે ઉ.મા.વિભાગ નો વાલી પરિસંવાદ યોજાયો સવારે દરમિયાન ડૉ. કેશવ બલીરામ હેડગેવાર વંદના કક્ષમાં ઉચ્ચત્તર માધ્યમિક વિભાગની વાલીમંડળ સમિતિ દ્વારા વાલીસભાનું આયોજન કરવામાં આવ્યું. વાલીઓનું કુમકુમ તિલક વડે સ્વાગત, વાલીઓ દ્વારા દીપ-પ્રાગટ્ય અને વંદના દ્વારા પ્રારંભિત થયેલ સભામાં ઉપસ્થિતઓનું શાળાના પ્રધાનાચાર્યશ્રીવિજયભાઈ પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત થયું તેમજ શાળાની શિસ્ત અને સુવિધાઓ અંગે વાલીઓને માર્ગદર્શન અપાયું. શાળાના શિક્ષકશ્રી ચિરાગભાઈ પંચાલ દ્વારા શાળાની સિદ્ધીઓનો ચિતાર રજૂ કરાયો તેમજ વાલી પ્રશિક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું. સંસ્કાર મંડળના મંત્રીશ્રીહીતેશભાઈ અવસ્થી અને પ્રમુખશ્રી અજયભાઈ જોષી દ્વારા વાલીઓને વિદ્યાર્થીઓની કેળવણી માટે, સામાજિક સમરસતા, રાષ્ટ્ર ઉત્થાનમાં સહયોગ અને શાળા વિકાસમાં ભાગીદારી અન્વયે માર્ગદર્શન પૂરું પાડ્યું. ઉચ્ચત્તર મા. વિભાગના સુપરવાઈઝરશ્રી હરેશભાઇ પવાયાદ્વારા ઉપસ્થિત તમામની આભારવિધિ કરવામાં ઉપરાંત લોકશાહી ઢબે માતૃ-પિતૃ મંડળની કારોબારીની રચના કરવામાં આવી. અંતે કલ્યાણમંત્ર દ્વારા શુભ વિચારોની આપ-લે થઈ. આજની વાલી સભામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહયોગથી સાધના સાહિત્ય સ્ટોલ અને વિદ્યાભારતીના વાર્ષિક પ્રકલ્પ રાજમાતા અહલ્યાબાઈ સેલ્ફી પોઈન્ટનું અનોખુ આકર્ષણ રહ્યું. વાલી સભામાં ઉપસ્થિત 580 વાલીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું. સમગ્ર કાર્ય ક્રમનું સુંદર સંચાલન સુરેશભાઈ ચૌધરી તથા છાયાબેન ચૌધરી દ્વારા કરવામાં આવ્યું શિક્ષણ અને સંસ્કાર સાથે વિદ્યાર્થી ઘડતરના આ પ્રયાસને સંસ્કાર મંડળ, ડીસા અને સભામાં ઉપસ્થિત વાલીઓએ બિરદાવી તમામ આદર્શ પરિવારને અભિનંદન આપ્યા હતા.



