MORBI મોરબી રાજકોટ હાઈવે રોડપર ભારે વરસાદથી ધોવાયો: ઠેર-ઠેર પડેલા ગાબડાથી વાહન ચાલકોને હાલાકી
MORBI મોરબી રાજકોટ હાઈવે રોડપર ભારે વરસાદથી ધોવાયો: ઠેર-ઠેર પડેલા ગાબડાથી વાહન ચાલકોને હાલાકી

મોરબી રાજકોટ રોડ તાત્કાલિક રીપેર કરવા મોરબીના જાગૃત નાગરિક પરાગ કુમાર મુંદડીયા દ્વારા માગૅ મકાન મંત્રાલયને રજુઆત કરી

મોરબી રાજકોટ હાઈવે રોડ આજુબાજુ ના ગામોને ઊડતી ધુળોની ડમરીઓના કારણે હાઈવે પર આવેલ અનેક ગામોના હાલ બેહાલ થઈ જવા પામ્યા છે.નિર્ભર તંત્રના પાપે વાહનચાલકો ના છૂટકે હાઇવે પર જીવના જોખમે ચાલવા પર મજબુર બનવું પડે છે.મળતી માહિતી મુજબ મોરબી થી રાજકોટ ને જોડતો જે મુખ્ય હાઇવે આવેલ છે તે નવા રોડ નું કામ હજુ ગણતરી ના મહિના થયા છે ત્યાં તે રોડ મગર ના પીઠ જેવો થાય ગયો છે, ફોટો મા દરસાવ્યા મૂજબ ખાડામા સીમેંટના બ્લૉક્સ નાંખી, જેનાથી બાઈક તથાં કાર માટે અકસ્માત થવાની સંભનાવાની છે, માટે આ રોડને તાત્કાલિકના ધોરણે રિપેર કરવા રજૂઆત કરી છે
ખાસ કરી ને શક્ત સનાળા થી ટંકારા ગામ સુધી નો રોડ વધુ ખરાબ હાલત માં છે અને આ એરિયા મા સ્કૂલ માટે જવા નો મુખ્ય માર્ગ આવેલ છે, અકસ્મત જેવી ઘટનાં થાય તે પેહલા ઝડપથી આ રોડ ને છે સારી રીતે રોડ સમાર કામ કરવામાં આવે માંગ કરવામાં આવી છે









