GUJARAT

વેડચ ગામે મહાકાળી માતાના મંદિરે વિવેકાનંદ ખેડૂત મંડળી અને ઉજાસ બચત ધિરાણ ગ્રાહક સહકારી મંડળી ની વાર્ષિક સાધારણ સભા ની બેઠક યોજાઈ

વેડચ ગામે મહાકાળી માતાના મંદિરે વિવેકાનંદ ખેડૂત મંડળી અને ઉજાસ બચત ધિરાણ ગ્રાહક સહકારી મંડળી ની વાર્ષિક સાધારણ સભા ની બેઠક યોજાઈ તેમાં આસપાસના 15 થી 20 ગામના 258 ભાઈઓ અને બહેનો એ આ સભામાં હાજરી આપી
સભાના અધ્યક્ષ સ્થાને વિવેકાનંદ મંડળીના મહીજીભાઈ ગોહિલ અને ઉજાસ મંડળીના જાદવ મંજુલાબેન તથા ગામના સરપંચ શ્રી પ્રતીક્ષાબેન, બાળ નેતા આરતીબેન જાદવ, આતાપીના સીઈઓ નંદીનીબેન અને ગામના આગેવાન એવા રણજીતભાઈ જાદવ એ હાજરી આપી હતી
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી ત્યારબાદ મંચસ્થ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી પધારેલ મહેમાનોનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ વિવેકાનંદ ખેડૂત મંડળીના હિસાબો ની રજુઆત શ્રી ઘનશ્યામભાઈ દ્વારા કરવામાં આવી.
ઉજાસ મંડળીના વાર્ષિક હિસાબો અસ્મિતાબેન શાહ દ્વારા રજૂ કરવામાં આવ્યા. હિસાબોની રજૂઆત બાદ મંચસ્થ મહેમાનો દ્વારા કાર્યક્રમને અનુરૂપ માહિતી આપવામાં આવી હતી અને આતાપી સેવા ફાઉન્ડેશન દ્વારા બેહનો અને ખેડૂતોના વિકાસ માટે હાથ ધરવામાં આવેલ પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવામાં આવી. ગામના આગેવાન જાદવ રણજીતભાઈ દ્વારા વધુને વધુ લોકો સંગઠનમાં જોડાય અને સંગઠન થકી વિકાસ થાય એ બાબતે તેમના અભિપ્રાય રજૂ કર્યા હતા.
આતાપી સેવા ફાઉન્ડેશનના સીઈઓશ્રી નંદિનીબેન અને પ્રોગ્રામ ડિરેક્ટર શ્રી ચંદ્રિકાબેન દ્દ્વારા બંને સંગઠનો વધુને વધુ મજબૂત થાય અને આગળ વધે એવી અપેક્ષા સાથે જરૂરિયાત પડે સપોર્ટ કરવાની ખાતરી આપી હતી.
વિસ્તારના ઉદ્યોગ સાહસિક તાલીમ પામેલ બહેનોએ પોતાના અભિપ્રાયો અને ધંધાકીય પ્રવૃત્તિઓ વિશે માહિતી રજૂ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન આતાપી સેવા ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવતા આરોગ્ય અને કૌશલ્ય વિકાસ કેન્દ્ર વિશે માહિતી રજૂ કરવામાં આવી હતી
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!