
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,વડનગર
વડનગર બેઠકજીનો 21 મો પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી વડનગર મુકામે ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા અને રાત્રે સંગીત સંધ્યામાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર પ્રહર વોરા ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે ઊંઝાના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, ખેરાલુના ધારાસભ્ય શ્રી સરદાર ભાઈ ચૌધરી, વડનગર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઇ મોદી, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી મહેશભાઈ પટેલ જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ શ્રી કમલભાઈ પટેલ તથા અન્ય રાજકીય આગેવાનો તથા વડનગરના પ્રતિષ્ઠિત વેપારીઓ, ડોક્ટરોનું તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પરમ પૂજ્ય 108 ડો.વાગીશકુમાર મહારાજશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું બીજે દિવસે મહારાજશ્રી દ્વારા 40 જેટલા વૈષ્ણવોને બ્રહ્મસબંધ આપ્યું હતું. ત્યાર બાદ પુષ્ટિમાર્ગીય પરંપરા મુજબ કેસરસ્નાન કરવામાં આવ્યું હતું. મહારાજશ્રી ના હસ્તે પૂર્વ ટ્રસ્ટીશ્રીઓ, દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો બહારગામ થી પધારેલ વૈષ્ણવો માટેની ઉત્તમ સગવડ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો… આ સમગ્ર કાર્યક્રમ મેનેજિંગ ટ્રસ્ટી મુકુલભાઈ મણીયાર , સેક્રેટરી શ્રી જસ્મીન દેવી , ટ્રસ્ટી શ્રી મધુસૂદન શેઠે ભારે જહેમત કરી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો જેમાં ટ્રસ્ટી સર્વ શ્રી હરેશ ભાઈ, શ્રી મુકુંદભાઈ શેઠ અને પાર્થિવ ગાંધીનો ઉત્તમ સહ યોગ રહ્યો હતો.



