ભાજપ ધારાસભ્ય પોતાના હરીફોને HIV સંક્રમિત મહિલાઓ દ્વારા હની-ટ્રેપમાં ફસાવતાનો આરોપ

કર્ણાટકની સીઆઈડી અને એસઆઈટીએ ભાજપ ધારાસભ્ય મુનિરત્ના નાયડુ અને ત્રણ સાથીઓ દુષ્કર્મના કેસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેના માટે વિશેષ કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. 2481 પાનાની ચાર્જશીટમાં આરોપ છે કે, મુનિરત્ના નાયડૂએ 2020થી લઈને બે વર્ષ સુધી 40 વર્ષીય મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. સાથે જ તેના ત્રણ સાથી (આર સુધાકર, પી શ્રીનિવાસ અને સસ્પેન્ડેડ ઈન્સ્પેક્ટર બી અયન્ના રેડ્ડી) પર સાક્ષ્ય નષ્ટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ સિવાય ભાજપ ધારાસભ્ય મુનિરત્ના નાયડૂ પર હરીફોને HIV સંક્રમિત મહિલાઓ દ્વારા હની-ટ્રેપમાં ફસાવવાનો આરોપ પણ લગાવ્યો છે. જણાવી દઈએ કે, ચાર્જશીટમાં 146 સાક્ષીના નિવેદન અને 850 દસ્તાવેજી સાક્ષ્ય સામેલ છે.
એસઆઈટી ભાજપ ધારાસભ્ય નાયડૂની સામે અત્યાચાર, ભ્રષ્ટાચાર અને છેતરપિંડી જેવા અન્ય મામલે પણ તપાસ કરી રહી છે. જોકે, આ મામલે હજુ સુધી ચાર્જશીટ દાખલ કરવામાં નથી આવી. આ મામલે નાયડૂ અને તેના સાથીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. જેના કારણે પણ આ મામલો ચર્ચામાં બનેલો છે.




