ARAVALLIBAYAD

અરવલ્લી ના બાયડ તાલુકાની ડેમાઈ ગ્રામ પંચાયતમાં  વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના સ્થાનિક અરજદારોના આક્ષેપ,

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી ના બાયડ તાલુકાની ડેમાઈ ગ્રામ પંચાયતમાં  વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના સ્થાનિક અરજદારોના આક્ષેપ, અરજદારો એ આ મામલે ઉચ્ચક્ષાએ રજૂઆત કરી

બાયડ તાલુકાની સૌથી મોટી ડેમાઈ ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની સ્થાનિક અરજદારોએ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી હતી કે ડેમાઈ ગ્રામ પંચાયત વિસ્તારમાં વિવિધ વિકાસ કામોથી માંડી ખરીદી સહિતના બીલો માં મોટા ગોટાળા અને ભ્રસ્ટાચાર થયો છે અરજદારોએ તકેદારી આયોગ અધિકારી-ગાંધીનગરને જે ફરિયાદ કરી હતી જેમાં તા. ૧-૧-૨૦૨૨ થી તા.૧-૧- ૨૦૨૩સુધીમાં સરકાર તરફથી મળેલી ગ્રાન્ટ તેમજ ૧૫મા નાણાપંચની ગ્રાન્ટમાંથી ખરીદાયેલા ડસ્ટબીન તેમજ વિકાસના કામોમાં ગેરરીતી આચરાયાની ફરિયાદ સાથે કેટલાક બીલ બાબતે સવાલ ઉઠાવ્યા હતા

ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર અરજદારો એ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતમાં ખોટા બીલો ઉધારી ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો છે. મયૂર કિરણભાઈ પ્રજાપતિના નામે બીલનાં ચૂકવણાં થયાં છે પરંતુ બીલમાં તેનું પૂરેપૂરુ સરનામું પણ જણાવાયું નથી ત્યારે આ મામલે ઉચ્ચક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે અને આ મામલે યોગ્ય તપાસ થાય તેવી અરજદારો ની માંગ છે

 

આ મામલે અરજદારો દ્વારા જિલ્લા કક્ષાએ રજુઆત કરી ત્યાર બાદ  રજૂઆત  થયા બાદ જિલ્લા વિકાસ અધિકારી એ ધનસુરા ટીડીઓ ને તપાસ શોપતા ડેમાઈ ગ્રામ પંચાયતમાં  તપાસનો ધમધમાટ શરૂ થયો હતો પરંતુ વિકાસ કમિશનર કચેરી માંથી જિલ્લા વિકાસ અધિકારીને પત્ર પાઠવી સૂચના આપવામાં આવી હતી કે આ તપાસ જિલ્લા સ્તરના ક્લાસ વન અધિકારી ઓની ટીમ દ્વારા તપાસ કરી અહેવાલ ગાંધીનગર સોંપવો જે સંદર્ભે ત્રણ ક્લાસ વન અધિકારીઓ અને એક અન્ય અધિકારી મળીને ચાર સભ્યોની તપાસ ટીમની રચના કરી દેવામાં આવી છે  આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર ચાલ્યો છે પરંતુ તપાસ પૂર્ણ થયા પછી જ કોઈ ગેરરીતી થઈ છે કે કેમ તેની જાણકારી બહાર આવી શકશે

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!