BANASKANTHAPALANPUR
આદર્શ સાયન્સ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ફૂડ ડે ઉજવણી કરવામાં આવી

19 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આદર્શ સાયન્સ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ફૂડ ડે ઉજવણી કરવામાં આવી.શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત વિસનગર ખાતે આદર્શ સાયન્સ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં તારીખ 17/02/ 2026 ના રોજ ફૂડની ઉજવણી કરવામાં આવી. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ફૂડ સ્ટોલ નું આયોજન કરવામાં આવ્યું હતું જેવા કે ભૂંગળા બટાકા, લસ્સી, ફ્રુટ સલાડ ,ચના ચોર ગરમ ,ભેળ વગેરે જેવી નાસ્તાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર કોલેજના વિદ્યાર્થીઓની સાથે સાથે આદર્શ સંકુલના સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ખૂબ જ આનંદ લીધો હતો. સેલિબ્રેશન સત્તાના અંતર્ગત છેલ્લા દિવસ ઉજવવામાં આવ્યો હતો જેમાં દરેક સ્ટાફ મિત્રો દ્વારા સમગ્ર સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું અને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.




