BANASKANTHAPALANPUR
આદર્શ વિદ્યાલયે વિદ્યાર્થીઓની સફળતાને બિરદાવી

24 નવેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે પ્રાર્થના સભામાં પ્રથમ વાર્ષિક પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ લાવી ધોરણ વાઈઝ પ્રથમ દસ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને આચાર્યશ્રી તથા અન્ય સ્ટાફ મિત્રોના વરદ હસ્તે તાંબાની ડીશ ભેટ આપી તેમની મહેનતને બિરદાવવામાં આવી હતી. તથા અન્ય વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે વધુ મહેનત કરવા પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી.





