સુરેન્દ્રનગર જિલ્લામાં દિકરી જન્મને પ્રોત્સાહન મળી રહે તેવા ઉદેશ સાથે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી
ટી.બી. હોસ્પિટલ ખાતે દિકરી જન્મનાં વધામણા કરી કન્યાના માતાને કીટ અર્પણ કરાઈ

તા.14/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ટી.બી. હોસ્પિટલ ખાતે દિકરી જન્મનાં વધામણા કરી કન્યાના માતાને કીટ અર્પણ કરાઈ
ભારત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ સપ્તાહની ઉજવણી અન્વયે ‘બેટી બચાવો બેટી પઢાવો યોજના હેઠળ તા. ૦૨/૧૦/૨૦૨૪ થી તા. ૧૧/૧૦/૨૦૨૪ સુધી જાતીગત સમાનતાને અનુલક્ષી કન્યા કેળવણી –શિક્ષણને પ્રોત્સાહન, લિંગભેદ આધારિત ભેદભાવ તથા જાતિગત અસામનતા, કાયદાકીય અધિકારો, આરોગ્ય અને પોષણ વગેરે જેવી બાબતોને લક્ષમાં લઇને ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત વિવિધ જાગૃતિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી મહિલા અને બાળ અધિકારી વી.એસ. શાહના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે ટી.બી. હોસ્પિટલ ખાતે દિકરી જન્મને પ્રોત્સાહન મળી રહે તેવા ઉદેશ સાથે દિકરી જન્મનાં વધામણા કરવામાં આવ્યા હતા તેમજ ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ વીમન – DHEW ટીમ દ્વારા દિકરી વધામણા કીટ આપવામાં આવી હતી.





