ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્વિમશાખા દ્વારા સર્જન પાર્ટી પ્લોટ ખાતે મહિલાઓ દ્વારા રાસ ગરબા નું તમામ આયોજન કરવામાં આવેલ
14 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા સુભાષભાઈ વ્યાસ
પાલનપુર ખાતે સર્જન પાર્ટી પ્લોટ ખાતે મહિલાઓ દ્વારા 13 ઓક્ટોબર ના રોજ રાસ ગરબા નું તમામ આયોજન કરવામાં આવેલ જેમાં જગ્યા પસંદગી,આરતી,ભોજન ,મંચ સંચાલન,ગિફ્ટ આ બધું જ આયોજન મહિલા ટીમ દ્વારા કરવામાં આવેલ.આ કાર્યક્રમ માં પાલનપુર ના ધારાસભ્ય અનીકેતભાઈ ના ધર્મ પત્ની વર્ષાબેન અનિકેતભાઇ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ મહિલા સયોજિકા મનીષાબેન લિંબચીયા,સહ સયોજિકા કલ્પનાબેન મહેશ્વરી,વીણાબેન સાથે પારિવારિક સયોજક અંજનાબેન જોશી, સાથે નીરૂબેન ધારાની સાથે બીજા કારોબારી સભ્યો દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવેલ અને કાર્યક્રમ ને સફળ બનાવેલ .આ કાર્યક્રમ માં ભારત વિકાસ પરિષદ ના ઉતર પ્રાંત કોર કમિટી મેમ્બર દિનેશભાઈ વોરા,સાથે શાખા ના પ્રમુખ ભુપેન્દ્રભાઈ,મંત્રી લાલજીભાઈ,ખજાનચી અલ્પેશભાઈ સાથે બીજા સભ્યો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમ નું મંચ સંચાલન સોનલબેન,અને મીનાબેન દ્વારા કરવામાં આવેલ.કાર્યક્રમ ના અતે દરેક પરિવાર ને ગિફ્ટ આપવામાં આવેલ અને ડ્રો નું પણ સુંદર આયોજન કરેલ હતું.