BANASKANTHAPALANPUR

જગાણા પ્રાથમિક શાળામાં વાર્ષિક મહોત્સવ યોજાયો

27 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જગાણા પ્રાથમિક શાળામાં વાર્ષિક મહોત્સવ યોજાયો. શ્રી જગાણા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં વાર્ષિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાંતિભાઈ જોશી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બનાસકાંઠા, લક્ષ્મીબેન કરેણ પૂર્વ ચેરમેન શિક્ષણ સમિતિ, સંજયભાઈ દવે પ્રમુખશ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષકસંઘ તથા પી.આર.પટેલ ઉપપ્રમુખ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, ગામના સરપંચ પ્રહલાદભાઈ પરમાર, કમલેશભાઈ પ્રજાપતિ સી.આર.સી કો . જગાણા તથા આજુબાજુની શાળાના આચાર્યશ્રીઓ , શિક્ષકશ્રીઓ, જિલ્લા અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો, ગામના આગેવાનો, યુવાનો, વડીલો, માતાઓ,બહેનો તથા વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રેરણા અને પ્રોત્સાહ પુરુ પાડવામાં આવ્યું તથા શાળાની પ્રગતિની પ્રશંસા કરવામાં આવી હતી. આવા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આવી પ્રવૃત્તિઓનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તથા મહેમાનો ના હસ્તે તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું.ઉપસ્થિત મહેમાનો, વાલીઓ અને ગ્રામજનોએ કાર્યક્રમની ખૂબ સરાહના કરી હતી.આ સમગ્ર કાર્યક્રમ નું સ્ટેજ સંચલન શાળાના શિક્ષક શ્રી પ્રવિણભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને દાતાશ્રી માતૃશ્રી અંબાબેન ભગવાનભાઈ દેસાઈ હસ્તે. દુષ્યાંતભાઈ દેસાઈ દ્વારા ૩૫૦૦૦/- ઈનામની જાહેરાત કરવામાં આવી . શાળાના સ્ટાફના સહયોગથી સફળતાપૂર્વક કાર્યક્રમ પૂર્ણ થતાં અંતે શાળાના યુવાન આચાર્ય શ્રીમાન રતનશીભાઈ પટેલ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા તમામ શિક્ષકશ્રીઓ એ બાળકોને તૈયાર કરવામાં કરેલી મહેનતની પ્રસંશા કરવામાં આવી તથા અભિનંદન પાઠવવામાં આવ્યા. તમામ ઉપસ્થિત આમંત્રિત મહેમાનો,ગામના વાલીઓ, વડીલો, યુવાનો, માતાઓ અને બહેનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

Back to top button
error: Content is protected !!