BODELICHHOTA UDAIPURGUJARAT

પ્રભારીમંત્રીશ્રી ભીખુસિહંજી પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિવિધ વિકાસ કામો શરૂ, પ્રગતિ હેઠળ અને બાકી કામોની વિસ્તૃત સમીક્ષા કરવામા આવી

ગુજરાત રાજયના અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી અને છોટાઉદેપુર જિલ્લના પ્રભારી મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષપદે છોટાઉદેપુર સેવા સદન ખાતે છોટાઉદેપુર જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગત વર્ષની જિલ્લા આયોજન મંડળની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપ્યા બાદ વર્ષ ૨૦૨૦-૨૧ થી ૨૦૨૩-૨૪ના મંજૂર થયેલા વિકાસ કામોની સમીક્ષા કરી સને ૨૦૨૪-૨૫ના વિવેકાધિન (તાલુકા કક્ષા), પ્રોત્સાહક, નગરપાલિકા અને જિલ્લા કક્ષાની જોગવાઈઓના આયોજન, સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીના કામોની સમીક્ષા સાથે ચર્ચા કરી હતી.સરકાર દ્વારા મળતી ગ્રાન્ટને સમયસર ઉપયોગ કરી નાગરિકોને મદદરૂપ થવા અનુરોધ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પ્રાયોજન વહિવટદારશ્રી, જિલ્લા આયોજન અધિકારીશ્રી સહિત જિલ્લા આયોજન મંડળના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!