BANASKANTHAPALANPUR

બોર્ડર રેન્જ આઈ જી ચિરાગ કોરડીયા દ્વારા બનાસકાંઠા જિલ્લા પોલીસ નું વાર્ષિક ઇન્સ્પેક્શન સંપન્ન થયુ

31 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુ

બોર્ડર રેન્જ આઈ જી ચિરાગ કોરડીયા સાહેબ દ્વારા બનાસકાંઠા જિલ્લા પોલીસ નું વાર્ષિક ઇન્સ્પેક્શન સંપન્ન થયુ , જેમાં પોલીસ વિભાગના અનેક સફળ પ્રોગ્રામ બતાવવામાં આવ્યા , જેમાં પરેડ , પોલીસ ડોગ શો, પોલીસ અશ્વ શો , હથિયારોનું પ્રદર્શન , અને ડેકોયેટ ઓપરેશન , નાકાબંધી , પોલીસ હેડ કોટર ની વિઝીટ , અને શ્રી આઈજી સાહેબ નું સલાહ સૂચન સામેલ હતું , પરેડ ની તૈયારીમાં બનાસકાંઠા જિલ્લાની સમગ્ર પોલીસ સમગ્ર અધિકારીઓ અને જિલ્લા અધિક્ષક સાહેબ શ્રી તથા હેડ કોટર ડીવાયએસપી શ્રી તથા આરપીઆઈ જોશી સાહેબ ની અથાગ મહેનત થી પરેડ અને ઇન્સ્પેક્શન સંપન્ન થયું , જેમાં ડોગ સકોડ ને ઇનામ મળ્યું હતું , અને અશ્વ શો ને પણ ઇનામ મળ્યું હતું , તથા અન્ય કામગીરી ને ઇનામ અને પ્રોત્સાહન મળ્યું હતું , ડોગ શોમાં પોલીસ ડોગ રોશની , પોલીસ ડોગ લકી , પોલીસ ડોગ જોય, , ભાગ લીધો હતો તેમના ડોગ હેન્ડલર ,વિક્રમ કુમાર રાવલ તથા રમેશભાઈ ચૌધરી તથા રહીમભાઈ લીંબડીયા શો માટે ખૂબ  જબરદસ્ત મહેનત કરી હતી , પોલીસ અશ્વ શો એ રંગ રાખ્યો હતો જબરદસ્ત માહોલ જમાવ્યો હતો અશ્વ સવારો એ જબરદસ્ત ટેન્ટ પેગિંગ કરી હતી.આ કામગિરી માં જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા પણ જોડાયા હતા

Back to top button
error: Content is protected !!