BANASKANTHAPALANPUR

અરિહંત ગુરુકુલમ અને પ્લેસમેન્ટ સેલ જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સ પાલનપુરકેમ્પસ ટુ કેરિયર વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું

31 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

અરિહંત ગુરુકુલમ અને પ્લેસમેન્ટ સેલ જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સ પાલનપુર ના સંયુક્ત ઉપક્રમે તા.31/07/2025 ના ગુરુવારે 9.00 to10.30 દરમિયાન રૂમ નં -1 માં કેમ્પસ ટુ કેરિયર વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું. વક્તા તરીકે શ્રી સંદિપ ભાઈ કામદારે વર્કશોપ માં ઉપસ્થિત વિદ્યાર્થીઓને કારકિર્દી લક્ષી માર્ગદર્શન આપ્યું તેમાં રેઝયૂમ કેવી રીતે તૈયાર કરવુ ,ઇન્ટરવ્યૂ ની તૈયારી કેવી રીતે કરવી તે અંગે વિશદ ચર્ચા કરી કાર્યક્રમ ના અંતે વિદ્યાર્થીઓએ પ્રશ્નોતરી કરી.કામદાર સાહેબે તેના સંતોષકારક જવાબો આપ્યા.કુલ 70 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ નું આયોજન પ્લેસમેન્ટ કો.ઓરડીનેટર ડો.દિપક પટેલે કર્યું. કા.આચાર્ય ડો.રાઘા બેન પટેલ અને મિહિર ભાઈ દવે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

Back to top button
error: Content is protected !!