આદિપુર ખાતે મુસ્કુરાહટ સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકોને બીલીપત્ર અને ભોજન પ્રસાદ અપાયો..
ગાંધીધામ ખાતે આવેલી મુસ્કુરાહટ સંસ્થા દ્વારા વિવિધ સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ થકી સમાજ સેવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવી રહ્યું છે

આદિપુર ખાતે મુસ્કુરાહટ સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકોને બીલીપત્ર અને ભોજન પ્રસાદ અપાયો..
ગાંધીધામ ખાતે આવેલી મુસ્કુરાહટ સંસ્થા દ્વારા વિવિધ સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ થકી સમાજ સેવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવી રહ્યું છે.ત્યારે તાજેતરમાં પવિત્ર શ્રાવણ મહિના ની સોમવતી અમાસના પવિત્ર દિવસે આદિપુર ખાતે આવેલા ઉપાસના હરિ આશરો ટ્રસ્ટના મનોદિવ્યાંગ બાળકોની શાળામાં શાળાને શિવલિંગ અર્પણ કરવામાં આવ્યું હતું.અને અને દરેક વિદ્યાર્થીને શિવપૂજન, શ્રાવણ મહિનાનું મહત્વ તેમજ જલાભિષેક કરી ભગવાન શિવજી ની પૂજા અર્ચના કરાવવામાં આવી હતી.શાળાના તમામ દિવ્યાંગ બાળકો સાથે બિલીપત્રના છોડ રોપણ કરવામાં આવ્યા તથા દિવ્યાંગ બાળકોને પ્રસાદી અને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આચાર્ય ભરતકુમાર રાઠોડ,મુસ્કુરહાટ સંસ્થાની સંચાલક સ્મિતા સિંહ, અંજલિ સિંહ,સેજબેન પટેલ, મનીષાબેન તેજવાણી,સંસ્થાના સેક્રેટરી ડૉ.મહેન્દ્રભાઈ ચૌહાણ, હેતલ સોરઠીયા સહિત શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ પ્રસંગે સ્મિતાસીંગ તથા કુ. અંજલીસીંગને શાળાના બાળકોએ અભિનંદન આપ્યા હતા.
નટવર. કે. પ્રજાપતિ, થરા
મો. ૯૯૭૯૫ ૨૧૫૩૦





