બલોધર હાઈકોર્ટે હડકાઈ માતાજી પરચા અપરંપાર

ડીસા તાલુકાના બલોધર ગામે હાઈકોર્ટે હડકાઈ માતાજીનું મંદિર આવેલું છે. હડકાઈ માતાજીના ભુવાજી ભુરાજી વાઘેલા જણાવ્યું હતું કે માતાજીની અહીંયા જે પણ માનતા રાખે છે એમની મનોકામના માતાજી પૂરી કરે છે.હાઈકોર્ટે હડકાઈ માતાજી પરચા અપરંપાર છે વાઘેલા પરિવારના બે ભાઈ વાહજીજી રમેશજી વાધેલા અને કિરણજી ભુબતાજી વાધેલા માતાજીને માનતા રાખી હતી. તેમની મનોકામના પૂર્ણ થતા ભાદરવી બીજને બુધવાર સવારે ચાલુ વરસાદનો પણ જમીન માપતા માપતા બંને ભાઈઓ હાઇકોર્ટ હડકાઈ માતાજી મંદિરે પહોંચ્યા હતા. માતાજીના સેવકો અને ગામ લોકો જય ગોગા ડીજેના તાલે ઝુમી ઉઠ્યા હતા. આ પ્રસંગે ભોજનના દાંતા ભુબતાજી સોમાજી વાધેલા અને મંડપની સેવા પ્રવીણજી હંસાજી વાઘેલા દ્વારા આપવામાં આવી હતી. સમગ્ર આયોજન વાહજીજી વાધેલા, કિરણજી વાધેલા અને માતાજીના સેવકો દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં માતાજીના સેવકોને અને ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા ….
ભરત ઠાકોર ભીલડી







