મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે 44 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા.

મહીસાગર જીલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે 44 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.
અમીન કોઠારી. મહીસાગર
મહીસાગર જિલ્લામાં જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે ચુંટણી અધિકારી ઓ ની ઉપસ્થિતિ માં જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે તાજેતરમાં ભાજપના નેતાઓ અને કાયૅકરો મોટી સંખ્યામાં ઉમટી પડેલ હતાં.
આ ઉમેદવારી કરવામાં 44 કાયૅકરો દ્વારા પોતાની દાવેદારી નોંધાવી છે.આમ મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે ભાજપ માં ઉમેદવારો નો રાફડો ફાટયો છે.
આ દાવેદારી માં ચુમમાલીસ પુરુષ અને બે મહીલાઓ એ પણ તેમની જીલ્લા ભાજપના પ્રમુખ પદ માટે ની દાવેદારી કરી ઉમેદવારી ફોર્મ ભરી આપેલ છે.
અંતર્ગત વતૃળો દ્વારા જાણવા મલ્યા મુજબ આ હોદ્દા માટે વતૅમાન જીલ્લા ભાજપ પ્રમુખ દશરથસિંહ બારીયા તથા માજી ધારાસભ્ય જીગ્નેશ સેવક ને પુવૅ જીલ્લા પ્રમુખ દિનેશભાઇ પટેલ ને પ્રદીપસિંહ રાઠોડ.ને જયેન્દ્ર બારોટ.મુકેશ શ્રિમાળી .કેતનસીહ ઝાલા.મુળજીભાઈ રાણા તથા પ્રોફેસર હર્ષ દવે.ને સંદીપભાઈ અશોકસિંહ પરમાર શાંતિલાલ પટેલ સરસણ.રમેશભાઈ ભાભોરને કડાણા તાલુકામાંથી પણ એક કાયૅકરદ્વારા આ થનાર જીલ્લા પ્રમુખ ની હોદ્દા માટે ની ઉમેદવારી નોંધાવી છે.
આમ મહીસાગર જિલ્લામાં જીલ્લા ભાજપ પ્રમુખ પદ માટે ની થનાર ચુંટણીમાં કુલ 44 જેટલા ઉમેદવારો એ તેમની દાવેદારી નોંધાવી છે.


