બનાસકાંઠા ની સાયબર ક્રાઇમની ટીમે જિલ્લામાં 175 શાળાઓ કોલેજ અને અન્ય જગ્યાએસેમીનાર યોજી માર્ગદર્શન જાગૃતિ નું અભિયાન છેડ્યું
16 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા સુભાષભાઈ વ્યાસ
બનાસકાંઠા જિલ્લા પોલીસવાળા ની સૂચનાથી સાઇબર ક્રાઇમ જિલ્લાના વિવિધ શાળાઓ કોલેજો .પોલીટેકનીક .તેમજ અન્ય જગ્યાએ જનજાગૃતિ અભિયાન ભાગરૂપે આજ દિન સુધી 175 સેમીનાર યોજાયો હતા.બનાસકાંઠા જીલ્લામાં જુન-૨૦૨૧ થી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન કાર્યરત થયેલ હોઇ સાયબર ક્રાઇમ ટીમના એક્સપર્ટ સ્ટાફ દ્વારા ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહેલ હોઇ જેને બિરદાવવા સારૂ બનાસકાંઠા સાયબર વોલેન્ટિયર ગૃપ દ્વારા સાયબર ક્રાઇમ ટીમના પોલીસ અધિકારી તથા પોલીસ કર્મચારીઓને મોમેન્ટો તથા પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવેલ. જેમાં સાયબર ક્રાઇમ ટીમના (૧) PI શ્રી વી.એમ.ચૌધરી સર (ર)તત્તકાલિન PI શ્રી એસ.કે.પરમાર સર (૩) વાયરલેસ PSI શ્રી વી.બી.મકવાણા (૪) ASI હબીબભાઇ જે.સુણેસરા (૫) હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઇ એસ. લુવા (૬) પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઇ ડી.પરમાર (૭) મહિલા પો.કોન્સ. શિલ્પાબેન જે.રાણા (૮) મહિલા પો.કોન્સ. હેતલબેન ડી.મુડેઠીયા તથા (૯) ટેકનિકલ ઓપરેટર જીજ્ઞેશકુમાર એ.બારોટ નાઓને સન્માનિત કરવામાં આવેલ છે. જેમાં હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઇ એસ.લુવા નાઓ દ્વારા બનાસકાંઠા જીલ્લાની કોલેજો, હાઇસ્કુલ, ITI તથા પોલીટેકનિક જેવી શૈક્ષણિક સંકુલો ખાતે જઇને આજદિન સુધીમાં કુલ – 175 સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનારોનું આયોજન કરીને સાયબર ફ્રોડના બનાવો બાબતે લોકજાગૃતિ કેળવવાનું ઉમદા કાર્ય કરેલ છે સાથોસાથ પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઇ ડી. પરમાર દ્વારા જીલ્લાના સાયબર ફ્રોડનો ભોગ બનેલ અરજદારોને બે કરોડથી વધુની રકમ પરત રિફંડ કરાવીની ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરેલ છે તેમજ સાયબર ક્રાઇમ ટીમના અન્ય કર્મચારીઓ દ્વારા પણ ઉત્કૃષ્ટ કાર્ય કરેલ છે.ઉપરોક્ત તમામ પોલીસ અધિકારી તથા પોલીસ કર્મચારીઓનું સન્માન માન.શ્રી અક્ષય રાજ (IPS) પોલીસ અધિક્ષક, બનાસકાંઠા, પાલનપુર નાઓની ઉપસ્થિતીમાં સાયબર વોલેન્ટિયર ગૃપના શ્રી વિનોદભાઇ સી.ચૌધરી, કુ.નંદીની એસ.પટેલ, શ્રી હિમાંશુ એમ.પરમાર, શ્રી બળવંતભાઇ એચ.ઠાકોર તથા શ્રી સુંડાજી જે.ઠાકોર નાઓ દ્વારા આયોજન કરીને એસ.પી. કચેરી, જોરાવર પેલેસ ખાતે તમામ ટીમનું સન્માન કરવામાં આવેલ છે.





