BANASKANTHAVADGAM
શ્રી સરસ્વતી આર્ટસ કોમર્સ એન્ડ સાયન્સ કૉલેજ,લિંબોઈ ખાતે એન.એસ.એસ વિભાગ દ્વારા સુંદર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ

શ્રી સરસ્વતી આર્ટસ કોમર્સ એન્ડ સાયન્સ કૉલેજ,લિંબોઈ(મેમદપુર) ખાતે એન.એસ.એસ વિભાગ દ્વારા તારીખ- ૨૫/૧૦/૨૦૨૪ શુક્રવારનાં રોજ સમગ્ર કૉલેજ કેમ્પસની સફાઈ કરવામાં આવેલ અને કેમ્પસનાં દરેક વૃક્ષોને પાણી પીવડાવવામાં આવેલ. સફાઈ કાર્ય બાદ કૉલેજનાં પટાંગણમાં સુંદર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં વિજેતા ૩ વિધાર્થીઓનાં નામની જાહેરાત કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન કેમ્પસ ડાયરેક્ટર ડૉ. એલ.એસ.મેવાડા સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફ ગણનાં સહયોગથી કરવામાં આવેલ.







