તા.એ.ટી.વી.ટી. યોજના કાર્યવાહક સમિતિ”ના સરકારી પ્રતિનિધિ તરીકે પરથીભાઈ ગોળ ની નિમણુંક કરવામાં આવી

14 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વડગામ તાલુકા પંચાયત પુવૅ.પ્રમુખ, વિરોધપક્ષના નેતા, સહકારી અગ્રણી, ભાજપ ના સક્રીય કાર્યકર, સામાજિક આગેવાન પરથીભાઈ બેચરભાઈ ગોળ (બાવલચુડી) ની વડગામ તાલુકા એ.ટી.વી.ટી. યોજના કાર્યવાહક સમિતિ”ના સરકારી પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવતાં વડગામ વિધાનસભા ક્ષેત્ર માં સર્વત્ર આવકાર સોપડયો છે. નવનિયુક્ત તા. એટીવીટી યોજના કાયૅવાહક સમિતિ ના સરકારી પ્રતિનિધિ પરથીભાઈ ગોળ ગ્રામ કક્ષાએ સહકાર થી સરકાર સુધી અનેક સંસ્થાઓ તથા સહકાર માં મહત્વ નું યોગદાન આપ્યું છે. સ્વચ્છ પ્રતિભા, નિખાલસ સ્વભાવ પરથીભાઈ ગોળ ની આગવી ઓળખ ધરાવે છે. ગત ટર્મ માં તાલુકા પંચાયત વિરોધપક્ષના નેતા તરીકે પ્રસંશનીય કામગીરી બજાવી હતી, ત્યારબાદ ભાજપ મોવડી મંડળ દ્વારા તાલુકા પંચાયત પ્રમુખ ની જવાબદારી સોંપવામાં આવતાં તેમના કાયૅકાળ દરમિયાન વિશેષ નિણૅયો દ્વારા તાલુકા ના છેવાડાના લોકોના વિકાસલક્ષી કામો કરવા આવ્યા હતા.





