BANASKANTHAPALANPUR

ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખા મહિલા ટીમ દ્વારા આયોજિત *”સખી હૈયે ભરીએ હામ”* બહેનો માટે સેમિનાર યોજાયો

8 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

વંદે માતરમ 8 મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન ની પૂર્વ સંધ્યાએ 7 માર્ચના રોજ ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખા મહિલા ટીમ દ્વારા આયોજિત *”સખી હૈયે ભરીએ હામ”* બહેનો માટેનો અત્યારે વર્તમાન સમયમાં મોંઘવારીની ચિંતા સાથે સાથે મેનોપોઝ નો પણ સમય ચાલતો હોય તેમાં બહેનોને પડતી તકલીફ અને ચિંતા માંથી બહાર નીકળવા માટેનો સચોટ માર્ગદર્શન આપતો સેમીનાર રાખવામાં આવેલ, જેમાં માનનીય શ્રી ડો. રાજુલબેન દેસાઈ વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને બીજા વક્તા તરીકે યોગ તજજ્ઞ ગાંધીનગર થી સન્માનીય શ્રી હેમલત્તાબેન પટેલ પણ હાજર રહ્યા હતા, આ બંને બહેનોએ ખૂબ જ સરળ ભાષામાં બહેનોને આ તકલીફ માંથી બહાર નીકળવાના ઉપાયો બતાવ્યા હતા, આ પ્રોગ્રામમાં 400 પ્લસ બહેનો ઉપસ્થિત રહી હતી અને સૌએ સારું એવું માર્ગદર્શન મેળવ્યું હતું આ પ્રોગ્રામમાં જનરલ જોઈન્ટ સેક્રેટરી શ્રી દિનેશભાઈ વોરા, પ્રાંતીય મહામંત્રી શ્રી વિશ્વેશભાઈ જોશી પ્રાંતીય મહિલા સહભાગીતા મીનાબેન મહેશ્વરી સાથે શાખાના પ્રમુખશ્રી ભુપેન્દ્રભાઈ સુથાર મંત્રીશ્રી અલ્પેશભાઈ મહેશ્વરી ખજાનચી નિરવભાઈ મોઢ શાખા ના મહિલા સહભાગીતા સોનલબેન મોઢ, આ પ્રોગ્રામના સંયોજક સ્મિતાબેન જોશી અને શાખાના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પ્રોગ્રામને સફળ બનાવવામાં ખૂબ જ ઉમદા કાર્ય કરેલ હતું.આ પ્રોગ્રામમાં સહયોગ આપનાર પટેલ જ્વેલર્સ મહેસાણા વાળા તરફથી દરેક બહેનોને ગિફ્ટ આપવામાં આવેલ હતી,
શાખા પરિવારના મેમ્બર એવા હાર્દિકભાઈ જોશી તરફથી સુંદર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવામાં આવેલ હતી, પ્રોગ્રામના અંતે કલ્પનાબેન મહેશ્વરી તરફથી આભાર વિધિ કરવામાં આવેલ હતી અને રાષ્ટ્રગીત ગાઈ ને પ્રોગ્રામને પૂર્ણ જાહેર કરેલ હતો.

Back to top button
error: Content is protected !!