હોટલ વૃંદાવન કાઠીયાવાડી માં ભારત વિકાસ પરિષદ પાલનપુર નો સ્નેહ મિલન અને સરસ્વતી સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.

1 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જેમાં ભારત વિકાસ પરિષદના બધા જ સભ્યોએ પરિવાર સહિત ભાગ લીધો. ધોરણ એક 1 થી 12 ના તેજસ્વી તારલાઓ ને ટ્રોફી આપીનસન્માનિત કરવામાં આવ્યાસંસ્થા ના પ્રમુખશ્રી દુર્ગેશભાઈ કેલા, ઉપપ્રમુખ શ્રી વિસ્વેશ ભાઈ જોશી અને કુલીશભાઇ જોશી, મંત્રી શ્રી ભરતભાઈ પંચાલ, ખજાનચી શ્રી નીકેશભાઈ પટેલ, મહિલા સંયોજિકા શ્રીમતી ગાયત્રીબેન મોદી હાજર હતા* *કાર્યક્રમના મુખ્ય મહેમાન અને ટ્રસ્ટી શ્રી પ્રમોદભાઈ બ્રહ્મભટ્ટ, અતિથિ વિશેષ ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ વોરા એ સ્ટેજ શોભાવ્યું હતું. BVP.ઉત્તર પ્રાંતના પદાધિકારીઓ શ્રી વિશ્વેષભાઈ જોશી, શ્રી કિરણભાઈ સોની, શ્રી અનિલભાઈ લીમ્બાચીયા,શ્રી લલીતભાઈ મહેશ્વરી, પશ્ચિમ શાખાના મંત્રી લાલજીભાઈ જુડાલ ઉપસ્થિત હતા*.*કાર્યક્રમના સંયોજક શ્રી ભાવેશભાઈ જોશી અને યજ્ઞેશભાઇ દવે એ તેમની સેવાઓ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો. મહિલા સયોજિકા ગાયત્રીબેન, નિમાબેન પંચાલ અને એમની ટીમે બહોળી સંખ્યામાં હાજર રહી અને કાર્યક્રમને 100% ટકા સફળ બનાવ્યો. આપણી શાખા ના રજત જયંતિ વર્ષની ઉજવણી કરવા ની વિસ્તૃત માહિતી શ્રી દુર્ગેશભાઈ કેલા, શ્રી દિનેશભાઈ વોરા અને માસ્ટર સેરીમની શ્રી કુલીશભાઈ જોશી એ આપીહતી
ભારત વિકાસ પરિષદ ગુજરાતના સુવર્ણ જયંતી વર્ષની ઉજવણી અને અધિવેશન ની વિસ્તૃત માહિતી શ્રી વિશ્વેશભાઈ જોશી એ આપીહતી.શ્રી. કુલીશભાઈ જોશી એ સુંદર એંકરીગ કર્યું.પરિવારની બાળાઓએ સુંદર પર્ફોર્મન્સ કરીને સૌના દિલ જીતી લીધા. મંત્રી શ્રી ભરતભાઈએ આભાર વિધિ કરી. આખા પરિવારે સાથે સ્વાદિષ્ટ ભોજન લઈને પ્રસંગ ને યાદગાર બનાવ્યો.
સૌનો અંતઃકરણ થી આભાર
*પ્રચાર પ્રસારણ સંયોજક. ભાવેશભાઈ જોશી.*




