અંબાજી ની હૉસ્પિટલ માં બ્લડ સ્ટોરેજ શરૂ કરાયુ, રક્તદાન કેમ્પ માં 60 બોટલ રક્ત આવ્યું
28 નવેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
અંબાજી આજુબાજુ ના મહતમ વિસ્તાર આદિવાસી અને પછાત વિસ્તાર છે તેમાં ખાસ કરીને પ્રસૂતિ પામનાર મહિલાઓ માં લોહી ના માત્ર ઘણી ઓછી હોય છે તેવા માં મૃત્યુ દર વધવાની શક્યતા રહેલી હોય છે ત્યારે અંબાજી ની સરકારી સબ ડિસ્ટિક્ટ હોસ્પિટલ માં પાલનપુર થી લોહી લાવી ને ચઢાવવું પડતું હોય છે તેવામાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી મહિલાઓ નો કોઈ પણ પરિણામ આવી શકે છે ને માતૃ મૃત્યુ દર ઘટાડવામાં માટે આ સબ ડિસ્ટિર્ક્ટ હોસ્પિટલ માં બ્લડ સ્ટોરેજ ની શરૂઆત કરવામાં આવી છે. અને આ બ્લડ સ્ટોરેજ માં બ્લડ માટે બનાસકાંઠા ની પેથાણી બ્લડ બેંક સાથે ટાઈઅપ કરી અંબાજી આસપાસ ના લોકો ને તાકીદે લોહી મળી રહે તે માટે અંબાજી ખાતે આજે બ્લડ ડોનેશન નું કેમ્પ આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ સહિત અન્ય સ્ટાફ સહિત મોટી સંખ્યા માં સ્થાનિક લોકો એ બ્લડ ડોનેશન કર્યું હતું જે 60 બોટલ ઉપરાંત બ્લડ એકત્રિત કરી અંબાજી નું બ્લડ સ્ટોરેજમાં સતત લોહી મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે આ બ્લડ સ્ટોરેજ અને રક્તદાન કેમ્પ આદિવાસીઓ મહીલાઓ માં મૃત્યું દર ઘટાડવામાં અસરકારક સાબિત થશે તેમ ડો યજુવેન્દ્ર મકવાણા (સુપરિન્ટેન્ડ્ટ ,સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અંબાજી ) એ જણાવ્યુ હતુ