ભારત વિકાસ પરિષદ થરાદ શાખા દ્વારા ચોપડા વિતરણ

વાત્સલ્ય મ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ થરાદ
સંસ્કાર સેવા પ્રકલ્પ અંતર્ગત| ચોપડા તેમજ વિદ્યાર્થી કીટ વિતરણ કરવામાં આવ્યું.ગાયત્રી સેવા વસ્તીમાં ભરથરી અને નટ પરિવારના વિદ્યાર્થીઓ માટે ભણતર માટેના સંસ્કાર કેન્દ્ર ચાલી રહ્યા છે .આ સેવા કેન્દ્રમાં ભારત વિકાસ પરિષદ દ્વારા 60 જેટલા વિદ્યાર્થીઓને ચોપડા તેમજ પેન્સિલ કીટ નું વિતરણ ભરથરી વાસમાં કરવામાં આવ્યું. આ પ્રકલ્પમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડૉ હિતેન્દ્રભાઈ શ્રીમાળી મંત્રી શ્રી માયારામ ભાઈ જોશી ઉપપ્રમુખશ્રી ડો કરશનભાઈ આર પટેલ મહિલા સહસંયોજિકા ડો નિધીબેન ચૌધરી, સંજય ભાઈ ત્રિવેદી તેમજ વિશેષ ઉપસ્થિતિમાં શંકરભાઈ પટેલ માનનીય સંઘચાલકજી થરાદ જીલ્લો, ભરતભાઈ પુરોહિત, નયનાબેન દિનેશગીરી ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા.સાથે સાથે ભમરાજી ઠાકોર સંચાલક શ્રી ઠાકોર સમાજ લાઇબ્રેરી, શૈલેષભાઈ દરજી, પ્રવીણભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. આજે ડોક્ટર ડે નિમિત્તે ડો હિતેન્દ્રભાઈ શ્રીમાળી આવકાર સંબોધન ની સાથે વિદ્યાલક્ષિ માહિતી આપી હતી,ડો કરસનભાઈ પટેલ વિદ્યાર્થીઓના ઘડતર માટેની વાતો કરી હતી ત્યાર બાદ ડો નિધીબેન ચૌધરીએ વિદ્યાર્થીઓને સ્વાસ્થ્યવિશેની ખુબ જ સરસ મજાની માહિતી આપી હતી. તમામ વિદ્યાર્થીઓને ચોપડા પેન્સિલ કીટ સાથે સાથે બિસ્કિટ પણ આપવામાં આવ્યા હતા. ખુબ જ સફળ કાર્યક્રમ રહેવા બદલ મંત્રી શ્રી માયારામ ભાઈ જોશીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.




