BANASKANTHADEESA
ડીસા ઠાકોર સમાજ લાયબ્રેરીમાં રાહત દરે ચોપડાનું વિતરણ કરાયું
ઠાકોર સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા 25000 ચોપટા રાહત દરે વિધાર્થીઓને વિતરણ

ભરત ઠાકોર ભીલડી
સમાજમાં શિક્ષણ નો વ્યાપ વધારવા ઠાકોર સમાજમાં જાગૃતિ આવી રહી છે ત્યારે ઠાકોર સમાજ સમુહ લગ્ન સમિતિ ડીસા દ્વારા ઠાકોર સમાજ લાઈબ્રેરી ડીસા ખાતે ઠાકોર સમાજ કર્મચારી મંડળ ડીસાના માર્ગદર્શન હેઠળ ઠાકોર સમાજના વિધાર્થીઓને રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા સમાજના બાળકોને શિક્ષણ મેળવવામાં મદદરૂપ થઈ શકે અને બાળકોમાં સમાજ પ્રત્યે લાગણી પેદા થાય અને સમાજને આર્થિક રીતે મદદ કરી શકાય તેવા ઉમદા આશય સાથે 25000 ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું
ડીસા ઠાકોર સમાજ કર્મચારી મંડળ અને સમૂહ લગ્ન સમિતિ ના હોદ્દેદારો ના સયુંકત પ્રયાસોથી મંડળના હોદ્દેદારો ના હસ્તે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું .આ પ્રસંગે ડીસા ઠાકોર સમાજ સમૂહ લગ્ન સમિતિ અને ઠાકોર સમાજ કર્મચારી મંડળ ના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.






