તા. ૧૦. ૦૭. ૨૦૨૪
વાત્સલ્યમ્ સામાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ દ્વારા પીકઅપ ગાડીમા લઈ જવાતો 142560 નો વિદેશી દારૂ સાથે એક વ્યક્તિની અટકાયત કરાઈ
ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ગોહેલ પોતાના પોલીસ સ્ટાફ સાથે કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે પેટ્રોલિંગમા હતા ત્યારે તેમને બાતમી મળેલ હતી કે એક સફેદ કલરની પીકઅપ ગાડી GJ-20-X-1715 વિદેશી દારૂના જથ્થા સાથે લીમડી થી લીમખેડા તરફ જવાની છે ત્યારે પી.એસઆઇ ગોહેલ દ્વારા લોમડી બાયપાસ નજીક લીમખેડા જતા રસ્તા પર થોડીક આગળ પોલીસ સ્ટાફ ગોઠવી વોચ કરી રહેલ હતા. અચાનક બાતમી વાળું વાહન આવતા જોવાતા પોલીસ દ્વારા દૂરથી વાહન રોકવાનો ઈસારો કરવામાં આવતા પીકઅપ ગાડીના ચાલક દ્વારા રોડ પર ઉભી રાખી અંધારાનો લાભ લઈ નાસી ગયેલ હતો જ્યારે ગાડીના ચાલક પાસે બેસેલ અન્ય વ્યક્તિને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
ઝડપાયેલ વ્યક્તિનું નામ પૂછતાં તેણે તેનું નામ રમેશ માનસીંગ ડામોર ( વિહાર, થાંદલા) અને ફરાર ગાડી ચાલકનું નામ પૂછતાં તેનું નામ સાધુ માલા ડામોર ( પાંછલી ભીંત, થાંદલા)બતાવેલ હતું. તેમજ પીકઅપ ગાડીના માલિકનુ નામ ઇ.ગુજકોપમા સર્ચ કરતા તેનું નામ દિનેશ જીલુ મુનિયા ( મોડાસા) જણાઈ આવેલ હતું.
પોલીસ દ્વારા ગાડીની તપાસ કરાતા તેમને વિદેશી દારૂની કુલ 1008 બોટલ મળી આવી હતી જેની અંદાજિત કિંમત 142560 તેમજ પીકઅપ ગાડીની કિંમત 500000 થઈ અંદાજીત 642560 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં સફળતા મેળવેલ છે. તેમજ પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.