BANASKANTHATHARAD
ગાયત્રી વિદ્યાલય થરાદ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
21 જૂનના રોજ થરાદ તાલુકામાં ગાયત્રી વિદ્યાલય ખાતે અગિયારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારી મુકેશભાઈ ત્રિવેદીના સંચાલન હેઠળ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ ડો. રિતેશભાઈ પ્રજાપતિએ મુખ્ય યોગ શિક્ષક તરીકે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમમાં બનાસકાંઠા યોગ કો-ઓર્ડીનેટર દશરથભાઈ સોની, યોગા ટ્રેનર નિકિતાબેન ઠક્કર, આર્ટ ઓફ લિવિંગના યોગ ટીચર હેમજીભાઈ પટેલ અને વ્યાયામ વિરાક જગદીશભાઈ પટેલે ઉપસ્થિત લોકોને યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન કરાવ્યા હતા.આ પ્રસંગે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, એપીએમસી ચેરમેન શૈલેષભાઈ પટેલ, રૂપસિભાઈ પટેલ અને તાલુકા આરોગ્ય અધિકારી જયપાલ સાહેબ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ ઓફ થરાદ સીટીના પ્રમુખ વશરામભાઈ પટેલે યોગા ટ્રેનર્સનું સન્માન કર્યું હતું.