NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લામાં ૧૧ જેટલા જુના બ્રિજનું મરામત છેલ્લા બે વર્ષમાં કરાયા…

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવનવસારી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા જિલ્લામાં આવેલા નાના મોટા પુલોનું દર વર્ષે ચોમાસા પૂર્વે તથા ચોમાસા બાદ નિરીક્ષણ તથા પુલોના મરામતને લગત કામગીરી કરવામાં આવે છે. જે અન્વયે છેલ્લા બે વર્ષોમાં નવસારી જિલ્લાના ૧૧ જેટલા પુલો કે જે આશરે ૫૦ થી ૬૦ વર્ષ જુના હોય તેની જરૂરી મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મીંઢોળા રીવર બ્રિજ, કાવેરી રીવર બ્રીજ, કાંકરી ખાડી બ્રીજ, વાંસદા રીવર બ્રીજ, કાવેરી રીવર બ્રીજ, ઔરગાં રીવર બ્રીજ, અંબિકા રીવર બ્રીજ, પુર્ણા રીવર બ્રિજ, ભીનાર ખાડી બ્રીજ અને બે લોકલ ખાડી બ્રીજ નો સમાવેશ થાય છે.

નોંધનિય છે કે, હાલમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્યમાં રસ્તા અને બ્રિજના સમારકામની કામગીરીનો અભિયાન ચાલી રહેલ છે . જેમાં નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હેઠળ તમામ બ્રિજની સર્વેની કામગીરી પુર્ણ કરી દેવામાં આવી છે. જે અન્વયે આગળની જરૂરી કાર્યવાહી સરકારશ્રીના આદેશાનુસાર હાથ ધરવામાં આવશે. તેમ નવસારી માગ અને મકાન (સ્ટેટ ) વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રીની અખબારી યાદીમાં જણાવેલ છે .

Back to top button
error: Content is protected !!