મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાને 1004 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી

13 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપનો લાભ ગુજરાતને અઢી દાયકાથી મળી રહ્યો છે વડાપ્રધાનશ્રીના નવ સંકલ્પો દ્વારા વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરીને બનાસકાંઠાના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રી સતત પ્રયત્નશીલ છે: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લામાં વિકાસનું મહાપર્વ ઉજવાયું હતું. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. 1000 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરી જિલ્લાવાસીઓને ભવ્ય ભેટ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠાના સાતથી વધુ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ પંદરથી વધુ મોટા પ્રકલ્પોના ખાતમુર્હુત સાથે વાવ–થરાદ–બનાસકાંઠા જિલ્લામાં નોબેલ પ્રાઈઝ એક્ઝિબિશનનું પણ ઉદ્ઘાટન કર્યુ હતું. આ પ્રસંગે તેમણે બાળકો સાથે સંવાદ કર્યો હતો. આ પ્રદર્શન બાળકોમાં વિજ્ઞાન તથા સ્પર્ધાત્મક પરીક્ષા પ્રત્યે ઉત્સાહ જાગૃત કરશે. મુખ્યમંત્રીશ્રીએ રામલીલા મેદાનથી “સશક્ત નારી મેળા”નો પ્રારંભ કર્યો હતો અને સ્વ સહાય જૂથોની બહેનો સાથે સંવાદ પણ કર્યો હતો. આજથી શરૂ થતા આ રાજ્યવ્યાપી સ્વદેશી મેળાઓ વડાપ્રધાનશ્રીના “સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન”ના અભિયાનને વધુ ગતિ આપશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસની રાજનીતિથી સર્વાંગી વિકાસ કર્યો છે. તેમની વિઝનરી લીડરશીપનો જે લાભ અઢી દાયકાથી રાજ્યને મળ્યો છે તેમાં અનેક સીમાચિહ્નો સર થયા છે. તેમના દિશાદર્શનમાં ગુજરાત દિન-પ્રતિદિન ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક ગુજરાતમાં બની રહ્યો છે. એશિયાનું સૌથી મોટું ગ્રીનફિલ્ડ સિટી ધોલેરામાં ડેવલપ થઈ રહ્યું છે. ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે, ‘સુરત–ચેન્નઈ એક્સપ્રેસવે,’ ગુજરાતમાંથી શરૂ થાય છે. ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાંકીય કેન્દ્ર – ગિફ્ટ સિટી – ગુજરાતમાં છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન પણ ગુજરાતમાંથી શરૂ થશે.મોદી સાહેબના નેતૃત્વને પગલે ગઈકાલે જ યુનાઈટેડ નેશન્સની સંસ્થા યુનેસ્કોએ દિવાળીના પર્વને અમૂર્ત વારસા તરીકે જાહેર કર્યું છે. તો અગાઉ આપણા ગરબાને પણ આ ગૌરવ મળી ચૂક્યું છે. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે વડાપ્રધાનશ્રીના નવ સંકલ્પો થકી આપણે રાષ્ટ્રપેમ અને દેશ માટે કંઈક કરવાની ભાવના જાગૃત કરીએ. “કેચ ધ રેઇન”, “એક પેડ માં કે નામ”, સ્વછતા જેવા અભિયાનોને આપણી આદત બનાવીએ. પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતી અપનાવીએ, સ્વસ્થ જીવનશૈલી માટે યોગ અને રમતગમતને જીવનનો હિસ્સો બનાવીએ.મુખ્યમંત્રીશ્રીએ સ્વદેશી મેળાઓ ગુજરાતને આત્મનિર્ભર બનાવવા અને સ્વદેશીને પ્રોત્સાહન આપવાના પ્રેરકબળ બનશે તેની ભૂમિકા આપતા કહ્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત 2047નું લક્ષ્ય રાખ્યું છે. તેમાં ગુજરાત પણ આત્મનિર્ભર અને વિકસિત ગુજરાતથી યોગદાન આપવા માટે સજ્જ છે.આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ કહ્યું કે વર્ષોની સમસ્યાનો ઉકેલ આવ્યો છે, બનાસકાંઠાને બહુ મોટી ભેટ મળી છે, આ ભેટ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માન્યો હતો. અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે સુકા ભઠ્ઠ બનાસકાંઠામાં નર્મદાની નહેર લાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાને હરિયાળો બનાવી વિકાસની શરૂઆત કરી હતી, તેને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગળ ધપાવતાં કરોડોના ખર્ચે પાઇપ લાઇનો નાંખી બનાસકાંઠાના તળાવો ભરવાનું કામ કર્યું છે. જિલ્લાને પાણીની સમસ્યામાંથી કાયમી છુટકારો આપવાનું રાજ્ય સરકારે સુદ્રઢ આયોજન કર્યું છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી કુંવરજી બાવળીયા, બનાસકાંઠા પ્રભારી મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ, મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી, મંત્રીશ્રી સંજયસિંહ મહિડા, મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્યશ્રી અનિકેત ઠાકર, ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર તથા જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે દવે, જિલ્લા પોલીસવડાશ્રી પ્રશાંત સુંબે સહિતના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા.












