પીએમ શ્રી થરા અનુપમ પ્રા.શાળા નં.-૨ માં બાળ સાંસદ ચૂંટણી યોજાઈ

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ પીએમ શ્રી થરા અનુપમmપ્રાથમિક શાળા નંબર-૨ માં આચાર્ય બિંદેશ્વરીદેવી સી ઝાલાના અધ્યક્ષ સ્થાને બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી હતી. શુક્રવારના રોજ સવારે યોજાયેલ ચૂંટણી પ્રક્રિયામાં બાળસંસદની ચૂંટણીના જાહેર નામાથી લઈને મતદાન ગણતરી,મંત્રીઓની શપથવિધિ સુધીની સમગ્ર પ્રક્રિયા ધોરણ ૬ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી.આ ચૂંટણીમાં ટોટલ ૩૦ વિદ્યાર્થીઓએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.જેમાં ચકાસણીના અંતે ૯ ઉમેદવારો માન્ય રાખવામાં આવ્યા.માન્ય ઉમેદવારોએ ચૂંટણી સભાઓ યોજી સતત ત્રણ ત્રણ દિવસ સુધી ચૂંટણી પ્રચાર કર્યો હતો.વિદ્યાર્થી ચૂંટણી અધિકારી દ્વારા પોલિંગ સ્ટાફ નિયુક્ત કરવામાં આવેલ.શિક્ષક મિત્રોએ બે દિવસ તાલીમ આપેલ.બે મતદાન મથકમાં કુલ ૩૮૦ મતદારો માંથી ૩૩૧ મતદારોનું આધાર કાર્ડ,આઈડી પ્રૂફ ચેક કરી મતદાન કર્યું કુલ ૮૭ ટકા વોટિંગ થયેલ.મતદાન
ગણતરી અધિકારીઓ દ્વારા મત ગણતરી કરતા ધોરણ-૮ ના વિદ્યાર્થી મોચી સુમિત રામચંદભાઈ વિજેતા જાહેર કરવાના આવ્યા.બાળ સંસદની ચૂંટણીમાં પીએમ શ્રી થરા અનુપમ પ્રાથમિક શાળા તમામ શિક્ષક મિત્રોના સાથ સહકારથી બાળ સંસદની ચૂંટણી સુખ સંપન્ન રીતે પુરી કરવામાં આવી.ત્યારે બુથ-૧ માં પ્રેસાઈડિંગ ઓફિસર હીનાબેન પરમાર,પોલિંગ અધિકારી (૧) અંકિત રાવળ,(૨) દિયા ચૌહાણ,(૩) સચિન રાવળ, બુથ-૨ માં પ્રેસાઈડિંગ ઓફિસર વિવેક ગોહિલ,પોલિંગ (૧) ખુશ્બુ પરમાર, (૨) પાયલ પરમાર,(૩) પ્રજાપતિ હિતેશ પ્રજાપતિ સહિત અનેક વિધાર્થીઓએ ભાગ લીધો હતો.
નટવર.કે.પ્રજાપતિ,થરા






