ખીમતપુરા (લવાણા) પ્રા શાળાનુ બાળક CET 2026 પરીક્ષામા તાલુકા કક્ષાએ પ્રથમ

નારણ ગોહિલ લાખણી
શ્રી ખીમતપુરા (લવાણા) પ્રા.શાળામાં શૈક્ષણિક ક્ષેત્રે ગૌરવની સિદ્ધિ નોંધાઈ છે. ધોરણ 5 માં અભ્યાસ કરતા કુલ 13 વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓએ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) 2026 સફળતાપૂર્વક પાસ કરી મેરીટ યાદીમાં સ્થાન મેળવ્યું છે. તથા 1 બાળક રાજપૂત પ્રવિણસિંહ દશરથસિંહે તાલુકા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે.વિદ્યાર્થીઓની આ ઉત્કૃષ્ટ સિદ્ધિ શાળાના ગુણવત્તાસભર શિક્ષણ અને શિક્ષક મંડળના માર્ગદર્શનનું ઉત્તમ પરિણામ છે.
શાળાના મુખ્ય શિક્ષક દુદાભાઈ સોલંકી તથા ઉપશિક્ષક કરશનભાઇ પઢિયારના સતત માર્ગદર્શન અને મહેનતથી વિદ્યાર્થીઓએ આ નોંધપાત્ર સફળતા મેળવી છે.ગત વર્ષ ગુણોત્સવ 2025 મા આ શાળાએ A++ ગ્રેડ પ્રાપ્ત કરેલ છે.
આ પ્રસંગે લવાણા ગામ તથા ખીમતપુરા શાળા પરિવાર તરફથી સફળ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.




