બાળ કલ્યાણ પોલીસ અધિકારીઓને બાળ સુરક્ષા અંતર્ગતકાયદાકીય તાલીમ આપવામાં આવી

5 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
પાલનપુર પોલીસ હેડ ક્વાટરમાં બાળકોના કાયદા અંગે તારીખ 3 સપ્ટેમ્બર 24 ના એક દિવસીય તાલીમનું આયોજન કરેલું હતું જેમાં પોલીસ અધિક્ષક શ્રી અક્ષયયરાજ મકવાણા સાહેબ, ચેરમેનશ્રી બાળ કલ્યાણ સમિતિ જયેશભાઈ દવે, સભ્યશ્રી બાળ કલ્યાણ સમિતિ ડૉ. પરિમાબેન રાવલ, રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર (હેડ ક્વાર્ટર )શ્રી બી.કે. જોશી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી (મહિલા પોલીસ) એસ.એમ. ચૌધરી સરકારી શ્રમ અધિકારીશ્રી ડોલીબેન પરમાર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી મનીષભાઈ જોશી ,જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ડૉ.આશિષભાઈ જોશી તેમજ જિલ્લા બાળ સુરક્ષા કચેરીના સ્ટાફ ગણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ અધિકારી શ્રીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના કરી અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ડૉ. આશિષ જોષી જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી દ્વારા બનાસકાંઠા જિલ્લામા સ્પેશ્યલ જુવેલનાઈલ પોલીસ યુનિટ અંતર્ગત ચાઈલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસરનું મહત્વ, કામગરી, બાળ કલ્યાણ યોજના અને સેવાઓ અને તાલીમનો હેતુ સમજાવી તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરેલ.તાલીમ કાર્યક્રમમાં જે તે વિષયના તજજ્ઞ દ્વારા જુવેલનાઈલ જસ્ટિસ એક્ટ-2015, પોક્સો એક્ટ-2012, બાળ લગ્ન પ્રતિબંધન એક્ટ-2006 અને બાળ મજૂરી પ્રતિબંધન એક્ટ-1986વિશે સમજૂતી આપવામાં આવી. ત્યારબાદ શ્રીજયેશભાઈ દવે ચેરમેનશ્રી બાળ કલ્યાણ સમિતિના દ્વારા શિશુ ગૃહ ચિલ્ડ્રન હોમ તેમજ બાળ કલ્યાણ સમિતિની કામગીરી વિશેની માહિતી આપવામાં આવી. તાલીમના અધ્યક્ષ એવા જિલ્લા પોલીસ વડા માન. અક્ષયરાજ મકવાણા સાહેબ દ્વારા બનાસકાંઠા જિલ્લામા તમામ કાળજી અને રક્ષણ ની જરૂરિયાત વાળા ખાસ કરીને અનાથ બાળકોની વિશેષ કાળજી અને સુરક્ષા કરવા તમામ પોલીસ કર્મીઓને સૂચન કરવામાં આવ્યું તેમજ સમાજમાં વિકટ પરિસ્થિતિમાં મુકાયેલા બાળકો ની પોલીસ દ્વારા દેખરેખ રાખવાથી બાળકો પર થતા અત્યાચાર ઘટશે તેમજ બાળકોની કલ્યાણકારી યોજનાઓ થકી અનાથ નિરાધાર બાળકોના જીવનમાં બદલાવા માટે પોલીસે મહત્વની ભૂમિકા અદા કરવાની રહેશે તેમજ બાળ કલ્યાણ અને સુરક્ષા અંતર્ગત કરેલ કામગીરીનું ત્રિમાસિક રીવ્યુ લેવામાં આવશે.આ બાળકોની કામગીરીને સંવેદનશીલ થઈ કરવા જણાવેલ.





