એસ.એ.પટેલ કોમર્સ કોલેજ,પાલનપુરનાં એન.એસ.એસ સ્વયંસેવક ચૌધરી કિરણની દિલ્હી ખાતે યોજાનાર સ્વતંત્રતા પર્વમાં ખાસ મહેમાન તરીકે પસંદગી થઈ.

આગામી 15મી, ઓગસ્ટ, 2024નાં રોજ દિલ્હીનાં લાલ કિલ્લા ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી થવાની છે ત્યારે સૌપ્રથમવાર દેશની વિવિધ કૉલેજમાંથી એન.એસ.એસનાં 400 સ્વયંસેવકોની પસંદગી થઈ છે. જેમાં બનાસકાંઠા જિલ્લાનાં ધાનેરા તાલુકાનાં નાનકડા ગામનો વતની ચૌધરી કિરણ જેસુંગભાઈની પસંદગી થઈ છે.
ચૌધરી કિરણ હાલ ટી.વાય.બી.કોમમાં અભ્યાસ કરે છે. એન.એસ.એસ સ્વયંસેવક તરીકે પસંદગી થતા કિરણ લાલ કિલ્લા ખાતે યોજાનાર કાર્યક્રમમાં જોડાઈને સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં ભાગ લઈને પોતાનાં પરિવાર અને બનાસકાંઠાનું જિલ્લાનું ગૌરવ વધારશે. કિરણનું દિલ્હી જવાનું પસંદગી થવા બદલ કહેવું છે કે, ‘ક્યારેક સ્વપ્નેય નહોતું વિચાર્યું કે સ્વતંત્રતા પર્વમાં દિલ્હી મુકામે જવા માટે મારી પસંદગી થશે અને દેશનાં અગ્રણીઓ સાથે સ્વયંસેવક તરીકે બેસવાનો મોકો મળશે. આ મોકો મને મળ્યો છે એ બદલ મારા માતા-પિતા, ગુરુ પ્રા. ભાવિક ગોસ્વામી, કૉલેજનાં આચાર્યા મનીષાબેન પટેલ તથા અન્ય સર્વનો આભાર વ્યક્ત કરું છું. અને સ્વતંત્રતા પર્વમાં મને જવા મળશે એ માટે હું મને નસીબદાર ગણું છું.’





