આદર્શ વિદ્યા સંકુલ ડીસાના એન.એસ.એસ.યુનિટ દ્વારા ગાંધી જયંતિ પર્વ પર સિવિલ હોસ્પિટલ ડીસામાં સફાઈ ઝુંબેશ
4 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા સુભાષભાઈ વ્યાસ
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલગ્ન, શ્રી સંસ્કાર મંડળ, ડીસા સંચાલિત દોશી ના. જે. આદર્શ હાઇસ્કુલ અને શ્રી ઓ. માં. અગ્રવાલ આદર્શ ઉચ્ચત્તર માધ્યમિક શાળા, ડીસાના એન.એસ.એસ. યુનિટ દ્વારા તા.02/10/24 ને બુધવારના રોજ *સ્વચ્છતા હી સેવા* કાર્યક્રમ અંતર્ગત ગાંધી જયંતી અને લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાનનું આયોજન ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શાળાના એન.એસ.એસ યુનિટના સ્વયંસેવકોએ ડીસાની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં સઘન સફાઈનું કાર્ય ઉલ્લાસભેર કર્યું હતું. સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રી પિનાકીનભાઈ પટેલ અને શાળાના શિક્ષક શ્રી રમેશભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના ઉદ્યોગ શિક્ષક શ્રી મહેન્દ્રભાઈ ચૌધરીએ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સહયોગ આપ્યો હતો. ડીસા સિવિલ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. નયન સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ખાન સાહેબ તેમજ મયુરભાઈ તરફથી સહયોગ પ્રાપ્ત થયો હતો.




