NANDODNARMADA

નર્મદાના સાગબારા તાલુકાના જાવલિ ગામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવશે

નર્મદાના સાગબારા તાલુકાના જાવલિ ગામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવશે

લગભગ બે દાયકા પેહલા વડાપ્રધાન મોદી દેડીયાપાડા સાગબારા આવ્યા હતા અને આદિવાસી ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો

રાજપીપલા : જુનેદ ખત્રી

ગુજરાત રાજ્યમાં આગામી ૧૨થી ૧૪મી જૂન-૨૦૨૩ દરમિયાન રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ યોજાશે. મુખ્યમંત્રી સહિત રાજ્યના મંત્રીઓ, સચિવઓ અને ઉચ્ચ અધિકારીઓ તથા પદાધિકારીઓ આ શાળા પ્રવેશોત્સવ અભિયાનમાં જોડાઈને આંગણવાડી, બાલવાટિકા તથા ધોરણ-૦૧ માં પ્રવેશપાત્ર બાળકોને નામાંકન કરી શાળા પ્રવેશ કરાવશે.

નર્મદા જિલ્લામાં સાગબારા તાલુકાના બોર્ડર વિલેજ જાવલી ગામમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તા.૧૩મી જૂન,૨૦૨૩ના રોજ કન્યા કેળવણી અને શાળા પ્રવોશોત્સવ-૨૦૨૩ યોજાવાનું છે તેના આયોજન-અમલવારી સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંદર્ભે રચાયેલી વિવિધ સમિતિના સભ્યો અને કચેરીના વડા સાથે બેઠક યોજાઈ હતી. પ્રોટોકોલ મુજબની કામગીરી ઝડપી અને સમય મર્યાદામાં કરવા હાકલ કરાઈ હતી.

લગભગ બે દાયકા પેહલા ૨૦૦૩ માં તાત્કાલિક મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દેડીયાપાડા સાગબારા આવ્યા હતા અને આદિવાસી ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો ચાલુ વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાગબારાના જાવલી ગામે આવનાર છે ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!