BANASKANTHALAKHANI

લાખણી તાલુકાના જસરા મા 15 મા મેગા અશ્વ મેળા ની રંગારંગ પુર્ણાહુતી

નારણ ગોહિલ લાખણી

બુઢેશ્વર મહાદેવની મહાઆરતી સાથે મેળાનું સમાપન વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામમાં બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે મહા શિવરાત્રિ નિમિતે અશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આ વખતે પણ પાંચ દિવસીય અશ્વ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.દર વર્ષે ગુજરાત સહિત વિવિધ પ્રદેશોના જાતવાન અશ્વોનો મેળો ભરાય છે જેને મહા શિવરાત્રીના લોક મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. મેળાના આજે છેલ્લા દિવસે મોટી સંખ્યામાં અશ્વો એ ભાગ લીધો હતો જેમાં વિવિધ હરીફાઈઓ અને દિલધડક કરતબો બતાવી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

જસરા અશ્વ મેળામાં રેવાળ પાટી દોડ, નાચ અને વિવિધ હરિફાઇઓમાં એકથી ત્રણ નંબર સુધી આવેલા અશ્વોને સન્માનિત કરી અશ્વ માલિકોને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા.બુઢેશ્વર મહાદેવ મેળા સમિતીના અધ્યક્ષ મહેશભાઈ દવેએ જણાવ્યું હતુંકે “રાજ્યના સૌથી મોટા મેગા અશ્વ મેળાનું આ ૧૫ મી વખત આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં વિવિધ પ્રજાતિના અશ્વો બોલાવી લોકોમાં અશ્વોની પ્રજાતિ વિશે માહિતગાર થાય અને અશ્વ પાલકોની ખુશી જળવાઈ રહે એવા અમારા પ્રયત્નો છે.

બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિના અધ્યક્ષ મહેશભાઈ દવેએ જણાવ્યુ હતુ કે આજના આધુનિક અને ટેકનોલોજીના યુગમાં અશ્વ કળા ભુલાઈ રહી છે જે અશ્વ કળાને જીવંત રાખવા તેમજ અશ્વ શક્તિને ઉજાગર કરવા માટે છેલ્લાં ૧૪ વર્ષથી બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના નાનકડા એવા જસરા ગામે દર વર્ષે શિવરાત્રિ પર્વ ઉપર અશ્વ મેળાનું દર વર્ષની જેમ આ વર્ષે પણ બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જે અશ્વ મેળામાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પશુપાલકો પોતાના અશ્વો લઇ આ મેળામાં આવ્યા છે અને અહીં યોજાતી અશ્વોની વિવિધ હરીફાઇમાં ભાગ લઇ અશ્વો જોડે દિલધડક કરતબ કરાવી લોકોને ભરપૂર મનોરંજન પૂરું પાડી રહ્યા છે.

બુઢેશ્વર મેળા સમિતિ દ્વારા આયોજિત 15 માં મેગા અશ્વમેળાના છેલ્લા દિવસે બુઢેશ્વર મહાદેવના મંદિરમાં ભક્તો માટે શક્કરિયા નો શીરો અને બટાકાની ભાજીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો અને મેળાના છેલ્લા દિવસે બુઢેશ્વર મહાદેવની ૫૧૦૦૦ દિવડા ની મહા આરતી ઉતારી મેળાની રંગારંગ પુર્ણાહુતિ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!