BANASKANTHAPALANPUR

જી ડી મોદી વિદ્યા સંકુલ માં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી

27 નવેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

બંધારણ દિવસ તેમજ રાષ્ટ્રીય કાયદા દિવસની ઉજવણીના ભાગરૂપે બંધારણ ક્વિઝ સ્પર્ધા નું આયોજન હ્યુમેનિસ્ટ યુથ ફોરમ, જીડી મોદી કોલેજ ઓફ આર્ટસ દ્વારા કરવામાં આવ્યું.
સદર ક્વિઝ સ્પર્ધા ની અંદર જી ડી મોદી કોલેજ ઓફ આર્ટસના બી એ તથા એમ એ ના વિદ્યાર્થીઓએ, એમ એ પરીખ ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજના બી એના એમ સી એ કોલેજ તેમજ બી કે મર્કેન્ટાઈલબેંક લો કોલેજના L L B તેમજ L L M ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ક્વિઝ સ્પર્ધાના સ્કોરર તરીકે કિંજલ જોશી, ક્વિઝ માસ્ટર આસ્થા જાડેજા અને હિમાની શ્રીમાળી, કાર્યક્રમ નું સંચાલન હિમાની શ્રીમાળી ફોટોગ્રાફી હમઝા પરમાર અને ઇબ્રાહિમ કોમ્પુટર વર્ક આર્યન ચૌહાણ, બિહારી રફિક અને સ્મિત જોષી એ કર્યું હતું. ટાઈમ સ્કોરર તરીકે નાયક સપના અને રિંકાએ કામગીરી સંભાળી હતી. કાર્યક્રમની પૂર્વ તૈયારીમાં એચ. વાય. એફ ના પ્રેસિડેન્ટ ધવલ ગૌસ્વામી, હિમાંશુ, નિકુંજ, કાવ્ય, બંસરી, નિસર્ગ, પ્રિન્સ, સમર્થનો સહકાર હતો.સંકુલ ના નિયામક ડો અમિતભાઈ પરીખ સાહેબે તથા એમ એ પરીખ ફાઈન આર્ટસ એન્ડ આર્ટ્સ કોલેજના પ્રોફેસર કુલદીપભાઈ એ બંધારણ વિશે મનનીય અને પ્રેરક ઉદબોધન કરી કાર્યક્રમને સાર્થક કર્યો. જીડી મોદી કોલેજ ઓફ આર્ટસ ના આચાર્ય ડો. રાધાબેન પટેલ પણ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. જી ડી મોદી કોલેજ ઓફ આર્ટસ ની એમ એ ની ટીમ પ્રથમ ક્રમે, બી કે મર્કેન્ટાઈલ બેંક લો કોલેજ ના એલ એલ બી ના વિદ્યાર્થીઓ ની ટીમ બીજા ક્રમે અને એમ એ પરિખ ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજ ની ટીમ ત્રીજા ક્રમે વિજેતા બની. ભાગ લેનાર સર્વે સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી. કાર્યક્રમની આભાર વિધિ કોલેજના ઉપ આચાર્ય ડોક્ટર મિહિરભાઈ દવે સાહેબે કરી.. કાર્યક્રમને સફળ બનાવવા માટે હ્યુમેનિસ્ટ યુથ ફોરમના વિદ્યાર્થીઓ તેમજ તેમના મેન્ટર ડો. મિહિરભાઈ દવે ભારે જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!