BANASKANTHAPALANPUR
દાંતા પોલીસ સ્ટેશન નાસતો ફરતો આરોપી પકડી પાડતી દાંતા પોલીસ

27 નવેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ચિ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ કરેલ સુચના અન્વયે,
ડો.જે.જે.ગામીત, નાયબ પોલીસ અધિક્ષક, પાલનપુર ડીવીઝન, પાલનપુર નાઓ તથા એસ.એમ.ચૌધરી, પોલીસ ઈન્સ્પેકટર, દાંતા પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ,
દાંતા સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગેની ઝુંબેશમા હતા દરમ્યાન બાતમી હકીકત આધારે તેમજ લોકેશન આધારે દાંતા પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં-૦૦૯૪/૨૦૨૪ પ્રોહી ક.૬૫એ.ઈ,૧૧૬(બી),૮૧ મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી-કમલેશભાઈ દશરથભાઈ જાતે.ડામોર રહે -પોગરાકલા તા.ખેરવાડા જી-ઉદેપુર રાજસ્થાન વાળાને પોગરાકલા તા.ખેરવાડા(રાજસ્થાન) મુકામેથી રાઉન્ડ અપ કરી આગળની કાયદેસરની કાર્યવાહી દાંતા પોલીસ સ્ટેશન ખાતે કરવામા આવેલ છે.



